December 23, 2024

કોણ છે આ શૂટર જેણે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ? સ્ટાઈલ એવી કે બોલિવૂડની સુંદરીઓ પણ લાગે ફિક્કી

દક્ષિણ કોરિયાના એક શાર્પ-શૂટરે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાની સુંદરતાનો જલવો વિખેર્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં આ શાર્પ-શૂટરની સ્ટાઈલ લાખો દિલોને વીંધી રહી છે. દક્ષિણ કોરિયાની શૂટર કિમ યે-જી રાતોરાત સ્ટાર બની ગઈ છે. 31 વર્ષીય કિમ યે-જીએ 27 જુલાઈના રોજ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ગોલ્ડ મેડલ તેના રૂમમેટ અને હમવતન ઓહ યે જીને જીત્યો હતો.

કોરિયન ન્યૂઝ આઉટલેટ ઇનસાઇટ અનુસાર, કિમ યેજીને પાંચ વર્ષની પુત્રી છે. કિમ યેજીએ પેરિસ ઓલિમ્પિક 2024માં માત્ર સિલ્વર મેડલ જ જીત્યો નથી, પરંતુ વિશ્વભરના ચાહકોનું દિલ પણ જીતી લીધું છે. સફેદ કેપ, સુપર કૂલ શૂટિંગ ચશ્મા, બાંધેલી પોનીટેલ, વીંધેલા કાન અને તેની આંગળીઓમાં ઘણી બધી ચાંદીની વીંટી સાથે, કિમ એવી લાગતી હતી કે તે કોઈ સાયય ફિક્શન થ્રિલરમાંથી સીધી આવી છે.

કિમ યે-જી પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં કિમ યે-જીએ ઈન્ડોનેશિયામાં એશિયન રાઈફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને મ્યુનિકમાં એશિયન રાઈફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કિમ યે-જીએ મે મહિનામાં અઝરબૈજાનના બાકુમાં આયોજિત પિસ્તોલ ચેમ્પિયનશિપ વર્લ્ડ કપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

27 જુલાઈના રોજ કોરિયન શૂટર ઓહ યે જીને 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં 243.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોરિયાની બીજી ખેલાડી કિમ યે-જીએ 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.