December 23, 2024

સૌથી વધુ ધનવાન ક્રિકેટર કોણ? ભારતનો આ ક્રિકેટર છે 70,000 કરોડનો માલિક

India’s Richest Cricketer: ક્રિકેટની દુનિયામાં તમામ ક્રિકેટરો કરોડોની કમાણી કરે છે. ભારતીય ક્રિકેટરો ઘણા વિદેશી ક્રિકેટરો કરતા વધુ કમાણી કરે છે. અમીર ક્રિકેટરોની વાત કરવામાં આવે ત્યારે ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓના નામ આવે છે. પરંતુ અમે તમને એક એવા ક્રિકેટર વિશે જણાવીશું જે તેના કરતા પણ વધારે અમીર છે. આવો જાણીએ એ ખેલાડી વિશે જે છે વિરાટ અને ધોનીથી પણ વધારે ધનિક.

આ છે સૌથી અમીર ક્રિકેટર
અમે તમને એક એવા ભારતીય ક્રિકેટર વિશે જણાવીશું જે એમએસ ધોની અને વિરાટ કોહલી કરતા પણ વધારે પૈસા કમાઈ છે. અમે વાત કરી રહ્યા છીએ મંગલમ બિરલાના પુત્ર આર્યમન બિરલા વિશે. આર્યમન બિરલા ભારતના સૌથી અમીર ક્રિકેટર તો છે જ પરંતુ તેમને વિશ્વના સૌથી અમીર ક્રિકેટર કહો તો પણ ખોટું નથી. કુમાર મંગલમ બિરલા ભારતના સૌથી મોટા અને ધનિક ઉદ્યોગપતિઓમાં આવે છે. તેમનો પુત્ર આર્યમન બિરલા બિઝનેસ પરિવારમાંથી આવે છે. તેનો પરિવાર આવડો મોટો બિઝનેસ કરે છે એમ છતાં તેને ક્રિકેટમાં ખૂબ જ રસ છે. જોકે આર્યમને પોતાની મહેનતથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. તેણે માત્ર 22 વર્ષની ઉંમરે આ બ્રેક લીધો હતો. કહેવામાં આવે છે કે આર્યમને માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટ છોડી દીધું હતું.

આ પણ વાંચો: મનુ ભાકર હવે બનશે ક્રિકેટર?

માલિકની કિંમત 70000 કરોડ રૂપિયા
એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમન બિરલા લગભગ 70,000 કરોડ રૂપિયાના વારસદાર હોવાનું કહેવાય છે. જેના કારણે તે ભારતના સૌથી અમીર ક્રિકેટર બની ગયા છે. તમને જણાવી દઈએ કે આર્યમન બિરલાએ 2017માં મધ્ય પ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તે 2019 સુધી ક્રિકેટ રમ્યો હતો. આર્યમને લિસ્ટ-એની 3 ઇનિંગ્સમાં કુલ 36 રન બનાવ્યા અને આર્યમને 9 ફર્સ્ટ ક્લાસ અને 4 લિસ્ટ-એ મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસ મેચોની 16 ઇનિંગ્સમાં, તેણે 27.60ની એવરેજથી 414 રન બનાવ્યા હતા. જેમાં હાઇ સ્કોર 103 રન હતો.