July 1, 2024

ડો. ભાઉ દાજી લાડ Maharaj ફિલ્મના અસલી હીરોની કહાની

Who is Dr. Bhau Daji Lad: આમિર ખાનના પુત્ર ઝુનૈદ ખાનની ફિલ્મ ‘મહારાજ’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થઇ ગઇ છે. જી હાં, ભલે આ ફિલ્મની રિલીઝની તારીખ 14 જૂને ટાળી દેવામાં આવી હતી. પરંતુ હવે તેને ગઈકાલે 21 જૂનના રોજ રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્મમાં તે સત્ય દેખાડવામાં આવ્યું છે જે એક સમયે માણસના મગજ પર હાવી હતું. જ્યારે લોકોની આંખો પર ધર્મના નામે અંધવિશ્વાસની પટ્ટી બંધાયેલી હતી ત્યારે કોઈને કોઈ વ્યક્તિએ સામે આવીને આ દુનિયાને સત્ય દેખાડવું જ પડ્યું છે. આ ફિલ્મમાં ભલે સત્યની લડાઈ ઝુનૈદ ખાન લડી રહ્યો હોય પરંતુ ડો. ભાઉ દાજી લાડે પણ તેમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ડો. ભાઉ દાજી લાડે ખોલી મહારાજની પોલ
ખરેખરમાં પહેલાના જમાનામાં કેટલાક ઢોંગી મહારાજ ‘ચરણ સેવા’ના નામે એક પ્રથાનો સહારો લઈ મહિલાઓ સાથે એવું બધુ જ કરતા હતા જે ખોટું હતું. આ દરમિયાન મહારાજ મહિલાઓને પોતાની વહેલી, આશ્રમ પર બોલાવતા હતા અને ત્યાં તેમની સાથે શારિરીક સંબંધો બાંધતા હતા. જેને ચરણ સેવાનું નામ આપવામાં આવ્યું હતું. જોકે મહારાજ તેને બિલકુટ ખોટું માનતા નહોતા અને લોકોને તેના વિશે કંઈ જણાવતા નહોતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી મહારાજ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે જે મહારાજ હવેલીની અંદર મહિલાઓ સાથે શારિરીક સંબંધ બાંધતા હતા તેને ‘ચાંદી રોગ’ હતો પરંતુ તેમને તે છતા પોતાની હરકતો પર રોક લગાવી નહીં.

શું છે ચાંદી રોગ?
ફિલ્મમાં ભાઉ દાજી લાડે આ બીમારીનું પણ વિવરણ કર્યું છે. કોર્ટ રૂમમાં ડો. ભાઉ દાજી લાડે જણાવ્યું કે આ એક ગુપ્ત રોગ છે. એક Sexually Transmitted Diseases (STD) જ્યારે કોઈ પુરૂષ ઘણીબધી મહિલાઓ સાથે વારંવાર શારિરીક સંબંધ બનાવે છે તો તેને આ રોગ થઇ જાય છે.

આ પણ વાંચો: જ્યારે કૂતરાએ એક્ટ્રેસના હોઠ પર ભર્યું બચકું, સર્જરી બાદ પણ રહી ગયા નિશાન…

કોણ છે ડો. ભાઉ દાજી લાડ?
ડો. ભાઉ દાજી લાડ, જેમનું આખુ નામ રામચંદ્ર વિટ્ઠલ લાડ હતું. સામાન્ય રીતે તેમને ડો. ભાઉ દાજી લાડના નામથી ઓળખવામાં આવતા હતા. ડો. ભાઉ દાજી લાડ એક ભારતીય ફિજિશિયન, સંસ્કૃત કોલર હતા. તેમને 1869થી 1871 દરમિયાન બે કાર્યકાળો દરમિયાન બોમ્બે શેરિફ (એક સરકારી અધિકારી હોય થે, જેમના અલગ-અલગ કામ હોય છે)ના રૂપમાં કામ કર્યું. આધુનિક મુંબઈના નિર્માણમાં તેમના ઉલ્લેખનિય યોગદાન બદલ ઘણા રસ્તાઓ, ક્ષેત્રો અને અહીંયા સુધી કે સંગ્રહાલયોને તેમના સન્માનમાં તેમનું નામ આપવામાં આવ્યું છે. ફિલ્મ મહારાજમાં ડો. ભાઉ દાજી લાડ અંગ્રેજી સરકાર સાથે જોડાયેલા છે.

કુષ્ઠ રોગની સારવાર સૌથી મોટી ઉપલબ્ધિ
તમને જણાવી દઇએ કે, ગોવાના રહેવાસી ભાઉ દાજી લાડનો જન્મ 1822માં એક ખુબ જ ગરીબ પરિવારમાં થયો હતો. વર્ષ 1832માં દાજી બોમ્બે આવી ગયા અને ત્યાં આવીને તેમણે એક પ્રખ્યાત ડોક્ટર અને સર્જન બન્યા. દાજીની સૌથી મોટી ઉપલબ્ધિમાંથી એક કુષ્ઠ રોગની સારવાર કરવાની હતી. તેમણે પોતાના જીવનમાં ઘણી વસ્તુઓનો સામનો કર્યો અને હંમેશા સત્યની રાહ પર ચાલ્યા. મુંબઈમાં તેમના નામે ખુબ જ જુનુ સંગ્રહાલય છે. જી હાં, આ સંગ્રહાલયને લગભગ 100 વર્ષથી પણ વધુ સમય થઇ ગયો છે. જોકે તેનું નામ પહેલા (આઝાદી પહેલા) વિક્ટોરિયા એન્ડ એલબર્ટ મ્યુઝિયમ હતું. વર્ષ 1975માં કેટલાક બદલાવ થયા અને તેનું નામ બદલીને મુંબઈના પ્રથમ મેડિકલ ગ્રેજ્યુએટ, શહેરના પ્રથમ ભારતીય શેરીફ અને સંગ્રહાલય સમિતિના સંયુક્ત સચિવ ભાઉ દાજી લાડના નામ પર રાખવામાં આવ્યું. ત્યાં જ હવે આમિર ખાનનો પુત્ર ઝુનૈદ ખાનની ફિલ્મ મહારાજમાં ડો. ભાઉ લાડ દાજીની ભૂમિકાના ખુબ જ વખાણ થઇ રહ્યા છે.