Ashwani Kumar: અશ્વની કુમાર કોણ છે જેને CSK, RR, KKR એ તેને નકારી કાઢ્યો, MIએ તેને તક આપી

Ashwani Kumar: આઈપીએલ એક મોટું એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જેમાંથી ઘણા ખેલાડીઓ નામ બનાવે છે. એવું જ કંઈક મુંબઈ અને કોલકાતાની ટીમમાં જોવા મળ્યું હતું. મુંબઈની ટીમના અશ્વિની કુમારનું નામ ચર્ચામાં આવ્યું છે. જેમણે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL ડેબ્યૂ કર્યું હતું. કોલકતાની ટીમ સામે એવું પ્રદર્શન કર્યું કે જેનાથી તમામ પ્રભાવિત થયા હતા. KKRના એક પછી એક ખેલાડીઓને તે આઉટ કરવા લાગ્યો હતો. KKRના કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટનો રસ્તો પણ તેણે બતાવી દીધો હતો. આવો જાણીએ અશ્વની કુમાર વિશે.

આ પણ વાંચો: Jioએ કરોડો યુઝર્સને કરી દીધા ખુશ, આ શાનદાર ઓફરની વેલિડિટી વધારી

અશ્વની કુમાર મોહલીનો રહેવાસી છે
મોહાલીના ઝાંઝેરીના યુવા ઝડપી બોલર અશ્વની કુમારે શાનદાર બોલિંગ કરી હતી. જેમાં તેણે 4 વિકેટ લીધી હતી. IPL મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર તેની ખરીદવામાં આવ્યો હતો. પંરતુ આ જગ્યા પર પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. એક મીડિયા સાથેની વાતમાં તેના પિતાએ જણાવ્યું કે ભલે વરસાદ હોય કે ગરમી તે સતત મહેનત કરતો હતો. તેના પિતાએ જણાવ્યું કે જ્યારે તે રાતે 10 વાગ્યે તાલીમમાંથી પાછો ફરતો અને બીજા દિવસે સવારે 5 વાગ્યે ફરી ઉઠતો હતા. તેના મિત્રો તેના માટે ક્રિકેટ બોલ ખરીદવા માટે પૈસા ભેગા કરતા હતા. જ્યારે તેને મુંબઈ ઇન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો, ત્યારે તેણે સૌથી પહેલું કામ અમારા ગામની નજીકની એકેડેમીમાં ક્રિકેટ કીટ અને બોલનું વિતરણ કર્યું.