ક્રિકેટર અમિત મિશ્રા કોણ છે જેની પત્નીએ દહેજ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે?

Allegation On Amit Mishra: અમિત મિશ્રાનું નામ છેલ્લા 2 દિવસથી ચર્ચામાં છે. અમિત મિશ્રાની પત્ની ગરિમા તિવારીએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ સમાચાર જેવા સામે આવ્યા તો લોકોને એવું થયું કે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલા ખેલાડી અને લેગ સ્પિનર અમિત મિશ્રા સામે આ આરોપ લગાવવામાં આવ્યા છે. મિશ્રા લેગ સ્પિનર નથી, પણ એક ઝડપી બોલર છે. અમિત મિશ્રાના નામ અંગે એટલે ચર્ચા હતી કે જે વ્યક્તિ વિશે સમાચાર બહાર આવ્યા છે તે ક્રિકેટ સાથે સંકળાયેલા વ્યક્તિ છે અને રણજી રમી ચૂક્યા છે.
આ પણ વાંચો: વાહનોના હોર્નમાંથી ઢોલ, તબલા અને વાંસળીનો અવાજ આવશે: નીતિન ગડકરી
અમિત મિશ્રા કોણ છે?
ઉત્તર પ્રદેશના કાનપુર શહેર રહેવાસી અમિત મિશ્રા છે. વર્ષ 1911માં તેનો જન્મ થયો છે. વર્ષ 2013માં તેણે રણજી ટ્રોફીથી પોતાની ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. અમિત મિશ્રા 2014 ની ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં જોવા મળ્યા હતા. 10 લાખ રૂપિયામાં રાજસ્થાનની ટીમે તેને સામેલ કર્યો હતો. આ પછી વર્ષ 2016માં ગુજરાતની ટીમનો ભાગ બન્યો હતો. ગુજરાતની ટીમે પણ તેને 10 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. રણજી ક્રિકેટર અમિત મિશ્રા પર તેમની પત્નીએ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેની પત્નિએ 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી.