January 23, 2025

કેએલ રાહુલે જીતનો શ્રેય કોને આપ્યો? વીડિયો વાયરલ

IPL 2024: રવિવારની સાંજના ગુજરાતની ટીમ અને લખનૌની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં લખનૌની ટીમનો વિજય થયો હતો. ગુજરાત ટાઇટન્સ ટીમ માત્ર 130 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. લખનૌની જીત બાદ ટીમના કેપ્ટને કેએલ રાહુલે X પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે વિજયનો શ્રેય પોતાની ટીમનો આપ્યો હોવાનું લખ્યું છે. આ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે ડ્રેસિંગ રૂમનો વીડિયો છે.

જીતની ટકાવારી ઘણી વધારે
LSG ટીમ આ વર્ષે ત્રીજી IPL રમી રહી છે. ટીમ સતત બે વર્ષ સુધી પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. પરંતુ અત્યાર સુધીની મેચમાં આ ટીમ ફાઈનલમાં પહોંચી નથી. ટીમે આઈપીએલમાં અત્યાર સુધીમાં 18 વખત પ્રથમ બેટિંગ કરી છે. જેમાંથી 15માં વિજ્ય થયો છે. બેમાં હાર અને એક મેચ અનિર્ણિત રહી છે. ગઈ કાલની મેચમાં જીત મળ્યા બાદ કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે જીતનો શ્રેય કોઈ એક ખેલાડીને આપવાને બદલે તેણે આખી ટીમને આપ્યો છે.

આ પણ વાંચો: સોમનાથના દર્શન બાદ ‘હાર્દિક’ને મળી સફળતા, MIએ ખાતું ખોલ્યું

ઝડપી બોલર આ રીતે થયો ઇજાગ્રસ્ત
લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવને રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તે માત્ર 1 ઓવર ફેંકી શક્યો હતો. ઈજા એટલી વધારે હતી કે જેના કારણે તે આગળ મેચ રમી શક્યો ના હતો. તેને ત્યારે જ મેદાનમાંથી નિકળી જવું પડ્યું હતું. ત્યાર બાદ તે ફરી બોલિંગમાં પાછો આવ્યો ના હતો. જેના કારણે તેની ટીમમાં રહેલા લોકો અને તેના ચાહકોનું ટેન્શન વધી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે સાઇડ સ્ટ્રેન ઇજાથી પીડાઈ રહ્યો છે.