January 19, 2025

આ કુદરતી રીતથી વાળને કરો કાળા, આ રીત છે બેસ્ટ વાળમાં લગાવવાની

White Hair: આજના સમયમાં મોટા ભાગના લોકોને સફેદ વાળ થઈ જવાની સમસ્યા રહે છે. ઉંમર નાની હોય કે મોટી સફેદ વાળની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે. કેમિકલ ડાઈનો જો તમે ઉપયોગ કરો છો તો આજ નહીં તો કાલે તમને નુકસાન જરૂર કરશે. આવો જાણીએ કે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને કાળા કેવી રીતે કરવા.

કોફી
કોફીમાં ડાર્ક પિગમેન્ટ હોય છે જે વાળને કાળા કરવા માટે મદદ કરે છે. જો તમારે કોફીની મદદથી વાળને કાળા કરવા છે તો તમારે એક કપ કોફી લેવાની રહેશે. હવે તમારે તેમાં રેગ્યુલર હેર કન્ડીશનર સાથે મિક્સ કરવાનું રહેશે. આ આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. અઠવાડિયામાં તેને 3 વાર લગાવો. 20-30 મિનિટ માટે રહેવા દો. સારી રીતે ધોઈ લો.

આ પણ વાંચો: માં અંબાને નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકા તરફથી 100 ગ્રામ સોનાના હારની ભેટ

આમળા પાઉડર
આમળામાં તમને વિટામિન સી મળી રહે છે. જેના કારણે તમારા વાળ નિખરી જાય છે. હુંફાળા પાણીમાં તમારે આમળાનો પાઉડર મિક્સ કરવાનો રહેશે. હવે તમારે તેની સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની રહેશે. તેને લગભગ 45-60 મિનિટ માટે રહેવા દો. હવે થોડી વાર પછી તમે હુંફાળા પાણીની મિક્સ કરી દો.