December 29, 2024

સફેદ કે બ્રાઉન કઈ શુગર છે શરીર માટે સારી?

Health Tips: કોઈ પણ સારો પ્રસંગ હોય કે ખુશીની ક્ષણ હોય એ બધા વખતે આપણે યાદ આવે છે કંઈક મીઠું. આ ઉપરાંત આપણા રોજિંદા ખોરાકમાં ચા થી લઈને ભોજન સુધી બધામાં ખાંડનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે લોકોની સવાર જ ખાંડથી શરૂ થાય છે અને રાતે જમ્યા બાદ કંઈક મીઠું ખાઈને રાત પડે છે. આ બધામાં સફેદ ખાંડનો ઉપયોગ સામાન્ય છે, ત્યારે કેટલાક લોકો હાલ બ્રાઉન શુગર તરફ પણ વળ્યા છે. બ્રાઉન અને વ્હાઈટ બંન્ને ખાંડ શેરડીમાંથી બને છે, પરંતુ આ બંન્ને ખાંડમાંથી તમારા શરીર માટે કઈ સારી છે?

બ્રાઉન અને વાઈટ શુગર કેવી રીતે બને?
શેરડીના રસમાંથી પાણી અને અશુદ્ધિઓને દુર કરીને સુક્રોઝના ક્રિસ્ટલ રૂપની ખાંડને વ્હાઈટ ખાંડ કહેવામાં આવે છે. જેને ફિલ્ટર કરવામાં આવે છે. મહત્વનું છેકે, સુક્રોઝ એક એવું તત્વ છે જે પ્રાકૃતિક રૂપથી વૃક્ષમાં મળે છે. તેમાં 50 ટકા ગ્લુકોઝ અને 50 ટકા ફ્રુક્ટોઝ હોય છે. હવે વાત બ્રાઉન શુગરની પ્રોસેસિંગની કરીએ તો તેમાં અનપ્રોસેસ્ડ ખાંડ છે. જેમાં મોલાસિસ હોય છે. આથી જ તેનો રંગ ભૂરો એટલે કે બ્રાઉન છે. બ્રાઉન શુગરને ગોળની સાથે ભેળવવામાં આવે છે.

ન્યુટ્રિશન વૈલ્યુ
ફિટનેશને માનતા લોકોમાં સફેદની જગ્યાએ બ્રાઉન શુગરને પ્રાધાન્ય આપે છે. હવે ન્યૂટ્રિશનલ વૈલ્યૂ અને કેલેરીની વાત કરીએ તો બ્રાઉન શુગરમાં થોડું વધારે ન્યૂટ્રિશન હોય છે પરંતુ તેની માત્રા ઓછી હોય છે. આથી જે લોકો સાચે મીઠાનો ઓપશન શોધી રહ્યા હોય તેઓ ખાંડની જગ્યાએ ગોળ અને સાચા મધનો ઉપયોગ કરી શકાય છે.