July 2, 2024

વાળને જાડા અને લાંબા કરવા માટે આ 3 તેલનો ઉપયોગ કરો

Oil For Hair Growth: આજના સમયમાં વાળની ​​લંબાઈ વધારવા માટે ઘણા પ્રકારના તેલ માર્કેટમાં આવે છે. જેને કારણે એ ખબર નથી રહેતી કે વાળને ઘટ્ટ અને લાંબા બનાવવા માટે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે અઠવાડિયામાં કેટલી વાર તેલ લગાવવું જોઈએ. આવો જાણીએ તમામ માહિતી.

શિકાકાઈ તેલ
શિકાકાઈનું તેલ વાળમાં લગાવવાથી વાળ જાડા અને લાંબા કરવામાં મદદ કરે છે. તે નેચરલ ક્લીંઝર, કન્ડિશનર અને ડિટેન્ગલરનું કામ કરે છે. જેનાથી તમારા વાળ લાંબા થાય છે અને ડેન્ડ્રફને રોકવા માટે પણ મદદ મળે છે. શિકાકાઈ તેલ વાળની લંબાઈ વધારવામાં વધારે મદદ કરે છે. આ તેલમાં વિટામિન A, C અને E હોય છે જે વાળને સંપૂર્ણ પોષણ આપે છે.

નારિયેળ તેલ
જો તમારે લાંબા અને જાડા વાળ જોઈએ છે તો તમારે નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઈએ. નારિયેળ તેલ લગાવવાથી તમારા વાળ લાંબા જાડા અને મજબૂત બની જશે. અઠવાડિયામાં 2થી 3 વખત તમે માથામાં નારિયેળનું તેલ નાંખો. તમારા વાળના મૂળમાં તેલ નાંખો અને સારી રીતે મસાજ કરો. આ રીતે વાળને મોઇશ્ચરાઇઝ કરવાનું રાખો. મહત્વની વાત એ છે કે ટોપરાનું તેલ શુષ્ક વાળને સુધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: ઉનાળામાં શેરડીનો રસ પીવાની આદત હોય ચેતી જજો

ભૃંગરાજ તેલ
ભૃંગરાજ તેલ જાડા વાળ કરવા માટે ફાયદાકારક છે. તેમાં તે ઔષધીય ઉમેરવામાં આવે છે જે વાળની લંબાઈ વધારે છે. વાળના ગ્રોથ માટે ભૃંગરાજ તેલ બેસ્ટ છે. તેનાથી વાળ ખરતા અટકી જશે. જેના કારણે તમારા વાળ લાંબા અને કાળ થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર આ તેલ નાંખવાથી તમને ફાયદાઓ શરૂ થશે.