January 15, 2025

તમારા સ્વાસ્થ્ય માટે શું સારું, પનીર કે ટોફૂ?

Food Tips: ઘણા લોકોને પનીર અને ટોફૂ એક સમાન લાગે છે. તો કેટલાક લોકોને હજી પણ સવાલ છે કે શરીર માટે સૌથી વધારે ફાયદાકારક શું છે? આમ તો બંન્ને પોષકતત્વોથી ભરેલા છે, પરંતુ સવાલ એ છેકે, જો બંન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો કોની પસંદગી કરવી જોઈએ?.

પોષક તત્વોની બાબતમાં કોણ આગળ?
પનીર ગાય અથવા ભેંસના દહીંવાળા દૂધમાંથી બનાવવામાં આવે છે, જ્યારે સોયા દૂધનો ઉપયોગ ટોફુ બનાવવા માટે થાય છે. બંને સ્વાસ્થ્ય માટે સારા છે. પનીર અને ટોફુ બંનેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ ટોફુમાં પનીર કરતાં વધુ આયર્ન હોય છે. આવી સ્થિતિમાં જે લોકોમાં આયર્નની ઉણપ હોય અથવા તો એનિમિયાથી પીડિત હોય તેમણે તેમના આહારમાં ટોફુનો ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ.

1.પ્રોટીન
શાકાહારીઓ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મેળવવા માટે પનીર ખાય છે કારણ કે તે ગાય અથવા ભેંસના દૂધમાંથી બને છે. જેના કારણે તેમાં ટોફુ કરતાં પણ વધુ પ્રોટીન હોય છે. જો તમે જીમમાં જાવ છો અથવા મસલ વધારવા માંગો છો તો તમારા ડાયટમાં પનીરને ચોક્કસ સામેલ કરો. જે તમારા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

2.હેલ્ધી ફેટ
જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા આહારમાં પનીરને બદલે ટોફુનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે ટોફુમાં પનીર કરતા ઓછી ચરબી હોય છે. આવી સ્થિતિમાં તમે ટોફુમાંથી ઘણી વાનગીઓ બનાવી શકો છો અને તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સામેલ કરી શકો છો.

3.કેલરી
જો આપણે કેલરીની વાત કરીએ તો લોકો માને છે કે પનીરમાં ઓછી માત્રામાં કેલરી હોય છે. જેના કારણે તે હેલ્ધી માનવામાં આવે છે, એવું બિલકુલ નથી. ટોફુમાં પનીર કરતા ઓછી કેલરી હોય છે. તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો ટોફુ પસંદ કરો અને જો તમારે તમારું શરીર બનાવવું હોય તો પનીર પસંદ કરો.