November 23, 2024

નિરજ ચોપરા જેવા ખેલાડીઓનો ભાલા કોણ બનાવે છે અને તેની કિંમત શું છે?

Neeraj Chopra: ગઈકાલે જ પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલ યોજાઈ હતી. જેમાં ભારતના સ્ટાર નિરજ ચોપરાએ 89.45 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ ખેલાડીઓ જે ભાલાનો ઉપયોગ કરે છે તે કઈ કંપની બનાવે છે અને તેની કિંમત શું હોય છે? આવો જાણીએ.

નોર્ડિક સ્પોર્ટ
જો તમે વિશ્વની ટોચની જેવલિન મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ્સ માટે શોધ કરશો, તો તમને ત્રણ બ્રાન્ડ્સ જોવા મળશે. જેમાં સ્વીડનના સ્ટોકહોમ સ્થિત કંપની નોર્ડિક જેવેલિન, બુડાપેસ્ટ, હંગેરી સ્થિત કંપની અને અમેરિકન કંપની OTE Javelins. સ્વીડનની રાજધાની સ્ટોકહોમ છે. આ જગ્યા પર આવી જ એક કંપની નોર્ડિક સ્પોર્ટ છે. આ કંપની વિવિધ રમતો માટે શ્રેષ્ઠ સાધનો બનાવે છે. આ કંપની કાર્બન, મેટલ, એલ્યુમિનિયમ અને ગ્લાસ ફાઈબરના ભાલા બનાવે છે. આ ભાલાઓની કિંમત 1.85 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયાની વચ્ચે છે. તે ટ્રેક અને ફિલ્ડ સાધનોના વિશ્વના અગ્રણી સપ્લાયર્સમાંનું એક છે. આ કંપની કાર્બન, મેટલ, એલ્યુમિનિયમ અને ગ્લાસ ફાઈબરના ભાલા બનાવે છે. આ ભાલાઓની કિંમત 1.85 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયાની વચ્ચે છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક 2024ના 14મા દિવસે ભારતનું શેડ્યૂલ, અમન પાસેથી મેડલની આશા

હંગેરિયન કંપની નેમેથ જેવેલિન્સ
હંગેરિયન કંપની નેમેથ જેવેલિન્સ. આ કંપની ઉત્તમ ભાલા બનાવવા માટે જાણીતી છે. વિશ્વભરના સ્પર્ધાત્મક ખેલાડીઓ અને આયોજકોમાં તેના ભાલાની એક નવી અલગ ઓળખ આપી છે. આ કંપનીની ફેક્ટરી બુડાકેઝી, હંગેરીમાં છે. આ ભાલાની કિંમત 1.60 લાખ રૂપિયા છે.

ઓટીઈ જેવેલિન
OTE Javelins એ અમેરિકન કંપની છે જે બરછી બનાવે છે. કંપનીનો દાવો છે કે તેમની ભાલા વિશ્વભરના ભાલા ફેંકનારાઓની પહેલી પસંદગી છે. કંપની જણાવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં માસ્ટર કારીગરો દ્વારા OTE ભાલા હાથથી બનાવવામાં આવે છે, મશીનનો તેઓ ઉપયોગ કરતા નથી. તેઓ ડીક હેલ્ડની પરંપરાને અનુસરી રહ્યા છે, જેવેલિન ડેવલપમેન્ટમાં વિશ્વનું સૌથી મોટું નામ છે.