December 26, 2024

દેશના 5 સૌથી ધનિક અને સૌથી ગરીબ રાજ્યો કયા છે?

Economic Advisory Council Report: ભારતમાં સતત વિકાસ થઈ રહ્યો છે. ત્યારે તમને સવાલ થતો હશે કે દેશના 5 સૌથી ધનિક અને સૌથી ગરીબ રાજ્યો ક્યાં છે. આવો જાણીએ.

સૌથી ધનિક રાજ્યોની યાદીમાં નથી
દક્ષિણ ભારતના પાંચ સૌથી મોટા રાજ્યની વાત કરવામાં આવે તો તેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુનું નામ આવે છે. શરૂઆતથી જ આ રાજ્યોમાં જોરદાર વૃદ્ધિ જોવા મળે છે. પરંતુ એમ છતાં આ તમામ રાજ્યો સૌથી ધનિક રાજ્યોની યાદીમાં નથી. PMEACના અહેવાલ પ્રમાણે માથાદીઠ આવકના સંદર્ભમાં ભારતના 5 સૌથી ધનિક રાજ્યોમાં તેલંગાણા, કર્ણાટક, દિલ્હી અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ડાયમંડ ઉદ્યોગમાં ગંભીર સ્થિતિની પાછળ સમજવા જેવી હકીકત

ટોચના 5 રાજ્યોની યાદીમાં સામેલ નથી
નાણાકીય વર્ષ 2024 દરમિયાન, ભારતના કુલ GDPમાં દક્ષિણ ભારતના 5 રાજ્યોનો હિસ્સો આશરે 30 ટકા હતો. મહત્વની વાત એ છે કે સૌથી અમીર રાજ્યોની યાદીમાં તેલંગાણાનો પણ સમાવેશ થાય છે, જે 2 જૂન, 2014ના રોજ આંધ્રપ્રદેશથી અલગ થયું હતું. મહારાષ્ટ્રનો દેશના કુલ જીડીપીમાં ફાળો સૌથી વધારે છે. પરંતુ છેલ્લા દાયકામાં તેના હિસ્સાના પ્રમાણમાં ઘટ્યો છે. લગભગ 15 વર્ષ પહેલાં ભારતના કુલ જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો 15% હતો, જે હવે 13.3% છે. આ રાજ્ય દેશના ટોચના 5 રાજ્યોની યાદીમાં સામેલ નથી.

ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય
ભારતના જીડીપીમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો ઘટીને 9.5 ટકા થઈ ગયો હતો. બિહાર દેશમાં વસ્તીની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. આમ છતાં દેશના જીડીપીમાં તેનો હિસ્સો માત્ર 4.3 ટકા છે. વર્ષ 1960ના દાયકામાં હરિત ક્રાંતિથી પંજાબને ઘણો ફાયદો થયો. ગરીબ રાજ્યોની વાત કરવામાં આવે તો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મણિપુર અને આસામનો સમાવેશ થાય છે.