સ્મૃતિ ઈરાની ક્યાં ક્યાં કરે છે રોકાણ? જાણો લિસ્ટ
અમદાવાદ: કમાણી પર સારુ રિટર્ન માટે હવે ઘણા લોકો મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ઓછા સમયમાં સારુ રિટર્ન માટે મ્યૂચુઅલ ફંડ એક સારો ઓપશન છે. તેમાં તમે એકમુશ્ત કે એસઆઈપી બંને રીતે રોકાણ કરી શકો છો. દેશની કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ તેમાંથી બાકાત નથી. સ્મૃતિ ઈરાનીને ઘણા મ્યુચૂઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે. સ્મૃતિ ઈરાની ભાજપના અમેઠીથી સતત ત્રીજી વખત ઉમેદવાર બન્યા છે. સ્મૃતિએ પોતાના નામાંકનમાં એફિડેવિટમાં પોતાની અને પતિની કુલ સંપતિ જણાવી છે. આ નામાંકનમાં સ્મૃતિ ઈરાનીએ 1994માં કોમર્સથી ગ્રેજ્યુએશનમાં પ્રવેશ કર્યો છે. જેને તેઓ પુરૂ નથી કરી શક્યા.
આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, કિન્નરે બચાવ્યો જીવ
આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું
સ્મૃતિ ઈરાનીએ SBI MAGNUM MIDCAP FUNDમાં રૂ. 2,329,577, SBI BLUE CHIP FUNDમાં રૂ. 1,861,590, DSP T.I.G.E.R. FUNDમાં રૂ. 67,934, DSP OVERNIGHT FUNDમાં રૂ. 9127, SBI-FOCUSED EQUITY FUNDમાં રૂ. 1,238,943, KOTAK EMERGING EQUITYમાં રૂ. 1,488,267 અને MOTILAL OSWAL ELSS TAX SAVER FUNDમાં રૂ. 1,818,419નું રોકાણ કર્યું છે. આ રીતે સ્મૃતિ ઈરાનીએ મ્યુચ્યુઅલ ફંડમાં કુલ 8,813,857 રૂપિયાનું રોકાણ કર્યું છે.
સ્મૃતિ ઈરાનીની નેટવર્થ
નામાંકનમાં જણાવેલી માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર પાસે કુલ 3 કરોડ 8 લાખ 94 હજાર 296 રૂપિયાની જંગમ સંપત્તિ અને 5 કરોડ 66 લાખ 30 હજાર રૂપિયાની સ્થાવર સંપત્તિ છે, જ્યારે 2019માં જંગમ સંપત્તિ રૂપિયા 1 કરોડ 75 લાખ 2 હજાર 668 રૂપિયા અને સ્થાવર સંપત્તિ 5 કરોડ 66 લાખ 30 હજાર રૂપિયા હતી. જેની કિંમત 2 કરોડ 95 લાખ 99 હજાર 280 રૂપિયા છે. ભાજપના ઉમેદવાર પર 16 લાખ 55 હજાર 830 રૂપિયાની બેંક લોન છે. પાંચ વર્ષમાં રોકડમાં મોટો ઘટાડો થયો છે. 2019ની ચૂંટણીમાં સ્મૃતિ પાસે 6 લાખ 24 હજાર રૂપિયાની રોકડ હતી.