December 23, 2024

શું હાર્દિકને છોડીને નતાશા પોતાના દેશ જતી રહી? પુત્ર અગસ્ત્યને પણ લઈ ગઈ સાથે

Hardik Natasa Divorce Rumors: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી હાર્દિક કે નતાશાએ છૂટાછેડા અંગે કંઈ જ કહ્યું નથી. જ્યાં એક તરફ હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી રહ્યો હતો તો બીજી તરફ તેના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. હવે નતાશાનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે.

નતાશાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં નતાશાએ તેની બેગ પેક કરતી વખતની ક્ષણ શેર કરી છે. આ સાથે નતાશાએ ફોટો પર ઘર અને ફ્લાઈટના ઈમોજી પણ મૂક્યા છે. આ સાથે નતાશાએ ફોટો પર લખ્યું, આ વર્ષનો તે સમય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નતાશાની આ પોસ્ટ બાદ તે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. વીડિયોમાં હાર્દિક વગર નતાશા અને તેનો પુત્ર અગસ્ત્ય જ જોવા મળી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા લાગ્યા કે હાર્દિકને છોડીને નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે ક્યાં જઈ રહી છે. જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નતાશા તેના પુત્ર સાથે તેના દેશ સર્બિયા જઈ રહી છે.

હાર્દિક શ્રીલંકા પ્રવાસની તૈયારી કરી રહ્યો છે
ટી-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યા હવે શ્રીલંકા પ્રવાસની તૈયારી કરી રહ્યો છે. આ પ્રવાસ પર રમાનારી ટી-20 સિરીઝમાં હાર્દિકને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પરંતુ અહેવાલો અનુસાર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર પંડ્યાને કેપ્ટન બનાવવાના પક્ષમાં નથી. જો કે શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.