November 14, 2024

સવારે ઉઠતાંની સાથે કે રાતે સૂતા પહેલા, ક્યારે કરવું જોઈએ ફેસવોશ?

અમદાવાદ: ગ્લોઈંગ સ્કિન માટે લોકો અનેક પ્રકારના સ્કિન કેયર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. સ્કિન કેર પણ બે પ્રકારના હોય છે. ડે સ્કિન કેયર અને નાઈટ સ્કિન કેયર. આ બંને રૂટીનમાં વધારે ફર્ક નથી. બધા જ પ્રોડક્ટ્સમાં થોડો જ ફર્ક રહે છે. ડે સ્કિન કેયર કે નાઈટ બંનેમાં પહેલો સ્ટેપ ફેશ વોશ હોય છે, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે, સવારે ઉઠતાંની સાથે પહેલા ફેશવોશ કરવું જોઈએ. તો કેટલાક લોકોનું કહેવું છે કે, રાતના સૂતા પહેલાં ફેસવોશ કરવાથી વધારે ફાયદો થાય છે.

ચહેરો ધોવાનો યોગ્ય સમય કયો છે?
સવારે ફેસવોશનો ઉપયોગ કરવાથી ત્વચા તાજગી અનુભવે છે અને ચહેરા પર જામી ગયેલી ગંદકી અને તેલ પણ દૂર થાય છે. સવારે તમારા ચહેરાને ધોવાથી તમને તાજગીનો અનુભવ થાય છે, પરંતુ તે તમને સ્કિન કેરની શરૂઆત કરવાની મંજૂરી આપે છે. સ્કિન કરે બાદ તમારો ચહેરો મેકઅપ માટે તૈયાર થઈ જાય છે. સવારે ઉઠતાની સાથે જ તમારા ચહેરાને ધોવાથી આખી રાતની ગંદકી દુર થતી નથી.

બીજી તરફ રાત્રે સ્કિન કેર રૂટિન પહેલા ચહેરો ધોવો પણ જરૂરી છે. આનાથી તમે તમારા ચહેરા પરથી દિવસની ધૂળ, માટી અને ગંદકી સરળતાથી દૂર કરી શકો છો. સૂતા પહેલા ચહેરો ધોવાથી ચહેરાના છિદ્રો ખુલે છે અને ત્વચા પર ખીલ થતા અટકે છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવો અને રાત્રે સ્કિન કેર કરતા પહેલા ચહેરો ધોવો મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ઘીથી આવી રીતે બનાવો નાઈટ ક્રીમ, એક જ રાતમાં દેખાશે અસર

તમારી સ્કિન કેરના રૂટિનમાં સવારે અને સાંજે બંને સમયે ફેસ વોશનો સમાવેશ કરવો વધુ સારું છે કારણ કે તે ત્વચાને સ્વચ્છ, સંતુલિત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે ફેસવોશ પસંદ કરતી વખતે તમારે તમારી ત્વચાના પ્રકાર પર ધ્યાન આપવું જોઈએ. ત્વચાના પ્રકાર પ્રમાણે ફેસવોશ પસંદ કરવાથી તમને તેનાથી વધુ ફાયદો થશે. જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો ડોક્ટરની સલાહ વગર તમારા ચહેરા પર કોઈપણ પ્રોડક્ટ લગાવવાની ભૂલ ન કરો.