જસપ્રીત બુમરાહે છેલ્લે ક્યારે રણજી મેચ રમી હતી?
Jasprit Bumrah Last Ranji Match: જસપ્રિત બુમરાહ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલ તેને ઈજા થવાના કારણે તે આરામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે . બુમરાહે તેની છેલ્લી રણજી મેચ વર્ષ 2016માં રમી હતી. જેમાં તેનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બુમરાહનું પ્રદર્શન ખુબ જોરદાર રહ્યું હતું. તેણે આ સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે અમિત શાહ પર કર્યા પ્રહારો
ઈજા અંગે હજુ સુધી કોઈ લેટેસ્ટ અપડેટ નથી
જસપ્રિત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. આ સિરીઝની છેલ્લી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જસપ્રીત બુમરાહે ગુજરાત માટે તેની છેલ્લી રણજી મેચ 2016માં મુંબઈની સામે રમી હતી. આ મેચમાં પણ તેનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. બોલિંગમાં તેણે 6 વિકેટ લીધી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહની ઈજાને લઈને હજુ સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી. જોકે એક અહેવાલ પ્રમાણે બુમરાહ માર્ચના પહેલા અઠવાડિયા સુધી ફિટ થઈ શકે છે.