January 28, 2025

વોટ્સએપમાં થશે આ મોટો ફેરફાર

whatsapp Blue Tick: જો તમે WhatsAppનો ઉપયોગ કરો છો તો આવનારા સમયમાં તમને ઘણા નવા ફીચર્સ મળવાના છે. જોકે છેલ્લા 6 મહિનાથી WhatsAppમાં સતત નવા અપડેટ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપના ઘણા ફીચર્સ ડેવલપમેન્ટ ફેઝમાં છે જે જલ્દી જ રોલઆઉટ થઈ શકે છે. હવે WhatsApp તેના ટિક માર્કને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.

ટિક માર્ક બદલાશે
WhatsAppનો ઉપયોગ મોટા ભાગના લોકો આજના સમયમાં કરે છે. બહુ જલ્દી તમારો WhatsApp અનુભવ બદલાશે. કંપની આ મેટાની માલિકીની એપમાં ઘણા મોટા ફેરફારો કરી શકે છે. હવે કંપની તેના ટિક માર્ક પર પણ ફેરફાર કરવાની છે. WhatsApp અત્યાર સુધી ગ્રીન ટિક જોવા મળતું હતું. હવે WhatsApp, Instagram અને Facebook પર સમાન બ્લુ ટિક માર્ક દેખાશે.

આ પણ વાંચો: Jioએ આ નવા પ્લાનને કર્યો એડ

આ યુઝર્સને બ્લુ ટિક માર્ક મળશે
વોટ્સએપમાં આ વિશેની જાણકારી WhatsAppinfoમાં આપેલી છે. WhatsAppinfo ના રિપોર્ટમાં WhatsApp iOS માટે એક નવું ટિક માર્ક રજૂ કરાશે. જેમાં હવે બિઝનેસ એકાઉન્ટન્ટ્સ માટે બ્લુ ટિક માર્કની યોજના બનાવવામાં આવી છે. હાલમાં WhatsApp ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. મેટા એઆઈ તો લાવી દેવામાં આવ્યું છે હવે WhatsApp પર વીડિયો કૉલિંગમાં ફિલ્ટર્સ લાવવામાં આવશે. ઈન્ટરનેટ વગર ફોટો અને ફાઈલ્સ ટ્રાન્સફર કરી શકે તેવા ફીચર્સ પર WhatsApp કામ કરી રહ્યું છે.