November 24, 2024

વોટ્સએપ 54 દિવસમાં થઈ જશે બંધ!

WhatsApp: આજના સમયમાં મોટા ભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય કે પછી અંગત કોઈ વસ્તુ શેર કરવાની હોય ભારતમાં સૌથી વધારે WhatsAppને ઉપયોગમાં લેવાઈ છે. જો તમે પણ WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. WhatsApp પોતાની જૂની એપને બંધ કરવાનું છે અને હવે તેને પણ આડે માત્ર 54 દિવસ બાકી છે. આવો જાણીએ સમગ્ર માહિતી.

આ વિશે માહિતી આપી
છેલ્લા એક વર્ષથી WhatsApp નવા નવા અપડેટ લાવી રહ્યું છે. હવે કંપની પોતાના Mac યુઝર્સ માટે એક મોટું અપડેટ કરવા જઈ રહી છે. જો તમે પણ મેક યુઝર છો, તો તમારા માટે WhatsAppના આવનારા અપડેટને જાણવું ખૂબ જ જરૂરી છે. વોટ્સએપ મેકની ઈલેક્ટ્રોન બેસ્ટ વોટ્સએપ ડેસ્કટોપ એપને નવી એપ કેટાલિસ્ટ સાથે રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. WABetaInfoમાં આ વિશે માહિતી આપી છે.

આ પણ વાંચો: iPhone 16 Series: કિંમત સહિત એ તમામ વસ્તુ જે તમે જાણવા માગો છો

54 દિવસમાં બંધ
WABetaInfoના રિપોર્ટમાં જે માહિતી પ્રમાણે જૂની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ 54 દિવસ પછી કામ કરવાનું બંધ કરી દેશે. વોટ્સએપે આ અંગે યુઝર્સને સૂચના આપવાનું પણ શરૂ કરી દીધું છે. WABetaInfo એ આગામી અપડેટ્સનો સ્ક્રીનશોટ શેરી કરીને યુઝર્સને આ અંગે માહિતી આપી છે. હવે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માટે યુઝર્સે કેટાલિસ્ટ એપ પર સ્વિચ કરવાનું રહેશે.