Whatsappએ કરી મોટી કાર્યવાહી, ભારતમાં 84 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ
Whatsapp Blocked Accounts: વોટ્સએપ સતત નવા નવા અપડેટ લાવી રહ્યું છે. હવે મોટા ભાગના અપડેટ એવા લાવી રહ્યું છે કે જેમાં યુઝર્સની સુરક્ષા રહે. ત્યારે ભારતમાં માં ઓગસ્ટમાં 84 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દુરુપયોગને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ફરિયાદ વિના પ્રતિબંધિત
વોટ્સએપે આપેલી માહિતી પ્રમાણે ઓગસ્ટ મહિનામાં 84.58 લાખ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જેમાં 1,661,000 ખાતાઓ એવા છે કે જેને ફરિયાદ વિના પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ કોઈ પણ શંકાસ્પદ જુએ છે તો કાર્યવાહી કરે છે. કારણ કે દર વર્ષના આ કાર્યવાહી કરવામાં આવે છે અને આવા એકાઉન્ટને કાયમ માટે બંધ કરી દેવામાં આવે છે.
આ પણ વાંચો: સ્ટાર્ટઅપને લઈને શું માને છે ફેસબુકના માલિક? રિસ્ક લેવો કે ન લેવો એનો જવાબ આપ્યો
પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો
ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં 16.61 લાખ ખાતાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ કરવામાં આવી છે. વર્ષ 2021ના નિયમ 4(1)(D) અને નિયમ 3A(7) હેઠળ કરવામાં આવી છે. આનો અમલ વપરાશકર્તાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો છે.