November 19, 2024

WhatsApp પ્રોફાઈલ પિક્ચર્સને લઈને આવ્યું આ અપડેટ

અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છો. ત્યારે યુઝર્સની પ્રાઇવસી રાખવી તે પણ જવાબદારી જે તે પ્લેટફોર્મને પર હોય છે. ત્યારે વોટ્સએપ પર સિક્યોરિટીને લઈને નવું અપડેટ આવી રહ્યું છે. આવો જાણીએ શું આવી રહ્યું છે આ અપડેટ.

નવું ફીચર બહાર
વોટ્સએપ પર સિક્યોરિટી કડક કરવા માટે કંપની પ્રોફાઈલ પિક્ચરને લઈને એક નવું ફીચર થોડા દિવસમાં આવી શકે છે. જેમાં તમને વોટ્સએપમાં કોઈ પણ પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઈ શકશો નહીં. આ પહેલા વોટ્સએપે 2019માં જ ડીપી ડાઉનલોડ કરવાની સિસ્ટમ ખતમ કરી દીધી હતી. આગામી થોડા દિવસોમાં ફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેવો શક્ય થઈ શકશે નહીં. સાથે જ આ ફીચરમાં યુઝર તેની પ્રોફાઈલ પિક્ચર બ્લોક કરી શકશે.

પરવાનગી વિના નહીં કરી શકો
એક અહેવાલ અનુસાર WhatsAppએ આ ફીચર માટે કાર્ય કરી રહ્યું છે. જેમાં એન્ડ્રોઇડ બીટા ટેસ્ટ માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રયોગ સફળ થયા બાદ તેને વપરાશકર્તા માટે રિલીઝ કરવામાં આવશે. નવા ફીચર આવતાની સાથે જ યુઝર્સની પ્રાઈવસી વધુ મજબૂત બનવાની છે. આ ફીચર આવ્યા બાદ જો કોઈ વ્યક્તિ તમારા પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેશે તો તેને ચેતવણીનો મેસેજ દેખાશે. આ ફીચર આવ્યા બાદ તમારું પ્રોફાઈલ પિક્ચર વધુ સુરક્ષિત રહેશે અને ખોટા લોકોના હાથમાં જતા બચી જશે.

આ એપ્સમાં પણ પ્રતિબંધો
વોટ્સએપ સિવાય પણ ઘણી એવી એપ છે જે પહેલેથી જ આ વસ્તું એપલાઈ કરી દીધી છે. જેમાં Snapchat સિવાય, Paytm અને Google Pay જેવી પેમેન્ટ એપમાં તમે સ્ક્રીનશોટ પાડી શકતા નથી. એક માહિતી અનુસાર સ્ક્રીનશૉટ બ્લોક ફીચર આવનારા અઠવાડિયામાં દરેક માટે રિલીઝ થઈ શકે છે.