January 20, 2025

WhatsApp આવશે ફરી નવું આવશે આ ફિચર, થશે આ રીતે ઉપયોગી

Whatsapp New Feature: વ્હોટ્સએપ તેના વપરાશકર્તા માટે અલગ અલગ પ્રકારના ફિચર લઈને આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી વ્હોટ્સએપમાં કેટલાય નવા ફિચર આવ્યા છે. હવે વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરતા યુઝર્સ માટે નવું ફિચર લઈને આવ્યું છે. જેનાથી ચોક્કસ તમારું કામ સરળ બનશે.

આ પણ વાંચો: સરકારે 80 લાખ સિમ કર્યા બ્લોક, AI ટૂલ્સનો કરાયો ઉપયોગ

સારી રીતે વાતચીત કરી શકશે
વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સાથે AI જોડાશે. ગ્રાહકો તરફથી પુછાતા સવાલનો જવાબ હવે AI આપશે. જોકે સામે ગ્રાહકોને એ પણ કહેવામાં આવશે કે જવાબ AI દ્વારા આપવામાં આવી રહ્યો છે. બિઝનેસની ગ્રાહક સેવાને સુધારવા માટે લાવવામાં આવ્યું છે. આ AI ફિચરનો ફાયદો એ થશે કે વ્યવસાયો તેમના ગ્રાહકો સાથે વધુ સારી રીતે વાતચીત કરી શકશે. તેનો બીજો ફાયદો એ પણ થશે કે જવાબ આપવા માટે લાગતો સમય પણ ઓછો થઈ જશે. જોકે આ ફિચરને તમામ યુઝર્સને આપવામાં આવશે નહીં. થોડા સમય પછી બધા વપરાશકર્તાને આપી દેવામાં આવશે.