વોટ્સએપનું આ ફિચર ચાલશે નેટ વગર, આ અપડેટે તો કમાલ કરી દીધી!

Whatsapp New Feature: વોટ્સએપ તેના વપરાશકર્તા માટે નવા નવા અપડેટ લઈને આવી રહ્યું છે. ફરીવાર એક નવું અપડેટ સામે આવ્યું છે. જેમા નેટ વગર પણ લોકો વિવિધ ભાષાઓમાં વાતચીત કરવામાં ઉપયોગી થશે.
આ પણ વાંચો: IPLમાં રાજસ્થાન રોયલ્સ પર લાગ્યોમેચ ફિક્સિંગનો આરોપ, સરકારને કરી આ અપીલ
આ ફિચરમાં શું ખાસ છે?
એક રિપોટમાં આપેલી માહિતી પ્રમાણે આ ફિચરની ખાસિયત એ છે કે તમારા ફોનમાં Whatsappમાં હવે નેટ વગર પણ તમે કોઈ પણ ભાષામાં મેસેજ કરી શકો છો. બીટા વપરાશકર્તાઓને આ સુવિધા મળવા લાગી છે. તે વિવિધ ભાષા પેક ડાઉનલોડ કરી શકે છે અને દરેક ચેટ અથવા જૂથ માટે અલગ અલગ અનુવાદ પસંદગીઓ સેટ કરી શકે છે. એક વખત સેટ થઈ જાય પછી કંઈ કરવાનું રહેશે નહીં. પછી તમે તમારી રીતે ભાષાને સેટ કરી શકશો.