December 19, 2024

WhatsApp લાવ્યું બે નવા આકર્ષક ફીચર્સ!

અમદાવાદ: WhatsApp આજના સમયનું સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. જેના કારણે WhatsApp સતત એવા ફીચર્સ લઈને આવે છે કે જેના કારણે તેમના વપરાશકર્તાઓેને મોજ જ પડી જાય છે. ફરી એક વાર WhatsApp બે નવા આકર્ષક ફીચર્સ લાવી રહ્યું છે.

ફોટાને એડિટ
WhatsApp પોતાના વપરાશકર્તા માટે સતત નવા અપડેટ્સ લાવતું રહે છે. ફરી એક વાર WhatsApp નવા બે ફીચર્સ લઈને આવ્યું છે. જેમાં તમે હવે AI ટૂલથી તમે તમારા ફોટાને પહેલા કરતા વધુ સારા બનાવી શકશો. બીજા ટૂલની વાત કરવામાં આવે તો તમે તમારી ક્વેરી પણ WhatsAppમાં સોલ્વ કરી શકો છો. આ બંને ટૂલ પર હાલ કામ થઈ રહ્યું છે. AI આધારિત ફોટો એડિટિંગ ટૂલ આવશે જેના થકી તમે તમારા ફોટાને એડિટ કરી શકશો.

આ પણ વાંચો:  IPL 2024 પહેલા સોશિયલ મીડિયા યુઝરને સરકારની કડક ચેતવણી!

માહિતી આપી હતી
તમને જણાવી દઈએ કે WhatsAppના આવનારા ફિચર્સ પર સતત કામ કરતું રહ્યું છે. WhatsAppinfo એ એપ પર આવનારા આ બે ફિચર્સ વિશે માહિતી આપી હતી. WhatsAppની વેબસાઈડ પર આપેલી માહિતી અનુસાર WhatsApp ફોટાને સુધારવા માટે એક નવું AI ટૂલ લાવવામાં આવી રહ્યું છે. વોટ્સએપના આવનારા ફીચરમાં તમે ફોટો એડિટિંગ ટૂલમાં બેકડ્રોપ જેવા ફીચર્સથી તમારા ફોટોને સુધારવામાં મદદરુપ થશે. એમાં પણ તમને ઘણા બધા ઓપશન મળી રહેશે કે જેના થકી તમે ફોટોને એડિટ કરી શકો. જેમાં તમે તમારી ફોટાની સાઈઝ વધારી કે ઘટાડી શકો છો.