December 6, 2024

‘Paytm ના કરો’, તમારા પેટીએમ પૈસાનું શું થશે?

ઓનલાઈન પેમેન્ટ એપ Paytmને મોટો ફટકો પડ્યો છે. આ ફટકો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આપવામાં આવ્યો છે. RBIએ Paytm પેમેન્ટ્સ બેંક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તમને જણાવી દઈએ 29 ફેબ્રુઆરી પછી, Paytm હવે બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં.

આવી કાર્યવાહી શા માટે કરવામાં આવી?
RBIએ Paytmને નોટિસ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તમારી પેમેન્ટ બેંક નવા ગ્રાહકો ઉમેરી શકતી નથી. આ સાથે RBIએ એમ પણ કહ્યું કે તમારી પેમેન્ટ બેંક તેની તમામ સિસ્ટમનું IT ટીમ દ્વારા ઓડિટ કરાવશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નવા ગ્રાહકો ઉમેરવા ન જોઈએ. હવે Paytm એ પેમેન્ટ ગેટવે તેમજ બેંકિંગ પ્લેટફોર્મ છે. તેથી તેણે આરબીઆઈની તમામ સૂચનાઓ અને આદેશોનું પાલન કરવું પડશે. હવે Paytmની આ સિસ્ટમનું ઓડિટ થયું અને રિપોર્ટ RBIને ગયો છે. તમને જણાવી દઈએ કે RBIએ દાવો કર્યો હતો કે ઑડિટ રિપોર્ટમાં Paytmની સિસ્ટમમાં ઘણી ખામીઓ સામે આવી છે. આ બાદ આરબીઆઈએ 1949ના બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 35Aનો ઉપયોગ કર્યો હતો. આ લેખ હેઠળ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને નવો આદેશ જારી કર્યો છે. 29 ફેબ્રુઆરી 2024 પછી, Paytm પેમેન્ટ્સ બેંકમાં કોઈપણ રીતે કોઈ પણ રકમ જમા કરી નહીં શકો.

આ પણ વાચો: Kalpana Chawlaની આ વાત રહી ગઈ ‘કલ્પના’

તમારા પેટીએમ પૈસાનું શું થશે?
અચાનક આ સમાચાર આવ્યા જેના કારણે મોટા ભાગના લોકો કે જેઓ Paytm યુઝ કરે છે તેને મોટો ઝટકો લાગ્યો છે. લોકોને અલગ અલગ વિચારો આવી રહ્યા છે. અને અફવાઓ પણ ફેલાઈ રહી છે, તો આ લોકોને કહેવાનું કે તમે લોકો 29મી ફેબ્રુઆરી પછી પણ પૈસા પરત મળી શકશો. તમે પૈસાની લેવડ- દેવડ નહીં કરી શકો પરંતુ તે પૈસાને ઉપાડી શકશો. જોકે 29 ફેબ્રુઆરી પછી, Paytm ચલાવતી કંપનીઓ One97 Communications Ltd અને Paytm Payments Services Ltd ના નોડલ એકાઉન્ટ્સ બંધ થઈ જશે. આ સાથે સોશિયલ મીડિયામાં ફેક મેસજ વાયરલ થઈ રહ્યા છે. હવે Paytm હવે કામ નહીં કરે તેવા મેસજ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આવા કોઈ મેસજથી ડરવાની જરૂર નથી. પરંતુ જો તમે Paytm નો ઉપયોગ માત્ર પેમેન્ટ માટે કરો છો. તો હવેથી કરવાનો નથી. તેથી તમારે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાચો: ખોપડીમાં ટેકનોલોજી, જેવું વિચારશો એવું કામ થશે