December 23, 2024

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે શ્રેણીની મેચ કયા સમયે શરૂ થશે?

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રમાવાની છે. ત્યારે જાણી લો કે ભારત અને ઝિમ્બાબ્વે શ્રેણીની મેચો કયા સમયે શરૂ થશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. જેની કમાન શુભમન ગિલ કરી રહ્યો છે.

ઘણા ખેલાડીઓ આરામ
ભારતીય ટીમ હવે તેની આગામી શ્રેણી માટે તૈયાર છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાવાની છે. ભારતીય ટીમની જાહેરાત થોડા દિવસ પહેલા જ કરી દેવામાં આવી છે. જેની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી છે. ટી20 વિશ્વ વિજેતા ટીમના ઘણા ખેલાડીઓ આરામ કરી રહ્યા છે તો ઘણા ખેલાડીઓએ તો T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જેમાં વિરાટ, રોહિત અને રવિન્દ્ર જાડેજા છે. આ સમયે તમારે જાણવું ચોક્કસ જરૂરી છે કે આ મેચ કયા અને કયારે રમાશે. કારણ કે આ મેચનો સમય બદલાઈ ગયો છે. જો તમને નહીં ખબર હોય તો તમે આ મેચને ચૂકી શકો છો.

મેચનો નવો સમય
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રમાવાની છે. આ દિવસે શનિવાર છે. બીજી મેચ બીજા દિવસે એટલે કે રવિવારે રમાવાની છે. જેના કારણે બેક ટુ બેક મેચ રમાશે. આ ટોટલ મેચ ભારતમાં રમાવાની છે. આ તમામ મેચ ભારતમાં સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. જે 8 થી 8:30 વચ્ચે પુર્ણ થઈ જશે. પાંચ મેચોની T20 શ્રેણી લાસ્ટ મેચ 14 જુલાઈના રમાવાની છે. એક જ અઠવાડિયામાં 5 મેચ રમાવાની છે. શુભમન ગિલની કેપ્ટન્સીવાળી ટીમ ઝિમ્બાબ્વેના હરારે જવા નિકળી ગઈ છે.

આ પણ વાંચો: Rahul Dravidનો ડ્રેસિંગ રૂમની અંદરનો ઈમોશનલ વીડિયો BCCIએ કર્યો શેર

ટીમ ઈન્ડિયાઃઅભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીન), ધ્રુવ જુરેલ (વિકેટે), શિવમ દુબે, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.