January 18, 2025

યુનિયન બજેટ એપ શું છે?

Budget 2024: વચગાળાનું બજેટ 2024 આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટનું ભાષણ શરૂ કર્યું હતું. પરંતુ શુ તમને ખબર છે આ બજેટની નકલ તમે સૌથી ફાસ્ટ અને સરળ રીતે મેળવી શકો છો. જેના માટે તમારે યુનિયન બજેટ મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. તમને જણાવી દઈએ આ એપને NIC દ્વારા વિકસાવવામાં આવી છે. જેના પર તમને બજેટની સાથે તેના સંબંધિત તમામ વિગતો મળશે.

બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ
પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે. વચગાળાનું બજેટ 2024-25 આજે સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વખતે પણ બજેટ પેપરલેસ શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે ડિજિટલ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સરકાર વર્ષ 2021થી ડિજિટલ બજેટ રજૂ કરી રહી છે. તમે આ બજેટને સરકારી એપ યુનિયન બજેટ મોબાઈલ એપ પર પણ એક્સેસ કરી શકો છો અને ઝડપી માહિતી મેળવી શકો છો. એન્ડ્રોઇડ અને iOS પર ઉપલબ્ધ આ એપ તમને મળી રહેશે.

આ પણ વાચો: વચગાળાના બજેટ પર વિપક્ષનો વિરોધ, જાણો શું કહ્યું

તમામ દસ્તાવેજોની યાદી
તમને આ એપ પર બજેટ સંબંધિત તમામ દસ્તાવેજો અને વિગતો મળી રહેશે. વાર્ષિક નાણાકીય વિવરણ, અનુદાન માટેની માંગણીઓ, ફાઇનાન્સ બિલ અને અન્ય દસ્તાવેજો તેમાં ઉપલબ્ધ રહેશે. આ તમામ દસ્તાવેજોની યાદી તમને આ એપ પરથી મળી રહેશે. કેન્દ્રીય બજેટ 2021 પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ રજૂ કરી હતી. તમને જણાવી દઈએ આ એપની શરૂઆત એપ બજેટ સંબંધિત દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરવામાં માટે બનાવવામાં આવી હતી.

આ પણ વાચો: બજેટ 2024ની મહત્ત્વની જાહેરાત, જાણો શું છે ખાસ

ગૃહમાં છઠ્ઠું બજેટ રજૂ
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે. નોંધનીય છે કે આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. આ વખતે નાણામંત્રી ગૃહમાં છઠ્ઠું બજેટ રજૂ કરી રહ્યા છે. મોરારજી દેસાઈ પછી સીતારમણ બીજા નાણા મંત્રી છે જેમને છ વખત બજેટ રજૂ કરવાની તક મળી છે. આ સાથે કેટલાંક નાણાકીય નિયમોમાં ફેરફાર પણ જોવામાં આવશે. દરેક બજેટની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગ અને ખેડૂત વર્ગ માટે સૌથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. મહત્વનું છેકે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બજેટથી પ્રજાની અપેક્ષાઓ પણ વધી છે. વર્ષ 2019માં એનડીએ સરકારે ખેડૂતો અને મજૂર વર્ગ બંનેને રાહત આપી હતી.