January 16, 2025

વાળમાં એલોવેરા જેલ લગાવવાની સાચી રીત શું છે?

Aloe Vera Gel: એલોવેરા વિશે તમે અવારનવાર સાંભળ્યું હશે કે તે વાળ માટે ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકોને એ નથી ખબર કે એલોવેરા જેલ કેવી રીતે વાળમાં લગાવવું જોઈએ. આવો જાણીએ તેની સાચી રીત વિશે.

આ પણ વાંચો: મહાકુંભમાં વિરાટ કોહલીનું નામ ગુંજ્યું, વીડિયો થયો વાયરલ

આ રીતે કરો ઉપયોગ
જો તમે તમારા વાળને સુધારવા માંગતા હોવ તો તમારે એલોવેરા જેલ લગાવવાનું રહેશે. તેને તમારે વાળમાં લગાવવું નહીં પરંતુ તેને તમારે માથાની ચામડી પર લગાવવાનું રહેશે. હવે તમને થશે કે આ જેલને માથામાં કેટલા સમય સુધી રાખવાનું. તમને જણાવી દઈએ કે તેને તમારે તેને આખી રાત રાખવું હોય તો રાખી શકો છો. એલોવેરા જેલ તમારા વાળને પોષણ અને મોઇશ્ચરાઇઝ કરવા માટે ફાયદાકારક છે. અઠવાડિયામાં 2 વાર તમે તેને લગાવી શકો છો.