શું છે મહાદેવ સટ્ટાબાજી એપ?
Mahadev Betting App: આજ કાલ એક એપ ખુબ ચર્ચામાં આવી છે. આ એપ છે મહાદેવ સટ્ટાબાજી એપ. ત્યારે તમને સવાલ થતો હશે કે આ મહાદેવ સટ્ટાબાજી એપ છે શું? કેમ કરવામાં આવી રહી છે આ કેસમાં ધરપકડ. આવો જાણીએ મહાદેવ સટ્ટાબાજી એપને લઈને તમામ માહિતી.
કાર્યવાહી કરવામાં આવી
મહાદેવ બેટિંગ એપ કેસમાં વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કિંગ ખાનની ધરપકડ કરાઈ છે. અભિનેતા સાહિલ ખાનની પણ આ કેસને લઈને ધરપકડ કરાઈ છે. જોકે આ એપ પર ગયા વર્ષના પ્રતિબંધિત કરી દીધો છે. આ એપે IT એક્ટ 69Aનું ઉલ્લંઘન કર્યું હોવાનું સરકારે જણાવ્યું હતું. જે બાદ આ એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ એપને લઈને કેસ ચાલી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં નેતાઓની સાથે અભિનેતાઓના નામ સામે આવ્યા છે. ત્યારે તમને સવાલ ચોક્કસ થતો હશે કે શું છે મહાદેવ બેટિંગ એપ?
આ પણ વાંચો: શું ફોનની બેટરી સમય પહેલા ખતમ થઈ જાય છે? બસ આ કરો
મહાદેવ બેટિંગ એપ શું છે?
મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી વેબસાઈટ દ્વારા ઓપરેટ કરી શકાય છે. આ એપ પર લોકો પોતાના કોન્ટેક્ટ નંબર આપીને પૈસાનું રોકાણ કરી શકે છે. મહાદેવ બુકની વેબસાઈટ દ્વારા ભારતમાં પોકર, પત્તાની રમતો, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ મેચો પર પૈસા મૂકવામાં આવે છે. દરેક એપની જેમ લોકો કમાણીના લોભના કારણે આ એપમાં પણ પૈસા રોકે છે. આ કેસમાં ઘણા હાસ્ય કલાકારો, ગાયકો, અભિનેતાઓ EDના રડાર પર હતા. એપના કો-પ્રમોટર સૌરભ ચંદ્રાકર સાથેના સંબંધોના કારણે આ તમામ નેતાઓ અને સેલિબ્રિટીઓના નામ ચર્ચામાં આવ્યા હતા. ગયા વર્ષમાં આ કેસને લઈને ભોપાલ, કોલકાતા, મુંબઈમાં દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે આ એપનું મેન હેડક્વાર્ટર UAEમાં આવેલું છે.
ચીન સાથે જોડાયેલા
ED અનુસાર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા 112 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. હોટેલ બુકિંગ માટે 42 કરોડ રૂપિયાની રકમ રોકડ દ્વારા ચૂકવી હતી. વર્ષ 2023માં સરકારે 138 ઓનલાઈન સટ્ટાબાજીની એપ અને 94 ડિજિટલ લોન એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ એપ ચીન સાથે જોડાયેલી છે તેવો પણ આરોપ છે.