September 8, 2024

શું છે CrowdStrike જેના કારણે લેપટોપ બંધ થઈ રહ્યા છે?

CrowdStrike: સમગ્ર વિશ્વ નેટવર્ક હાલમાં એક ખૂબ જ મોટી સમસ્યા જોવા મળી રહી છે. જેની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. વિશ્વભરમાં, માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ચલાવતા લેપટોપ અને કમ્પ્યુટર્સ એક પછી એક ક્રેશ થઈ રહ્યા છે. ભારતની સાથે દુનિયાના ઘણા વિસ્તારમાં તેની સમસ્યા જોવા મળી રહી છે. કેટલાક દેશોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ બંધ કરવામાં આવી છે.

વાદળી સ્ક્રીન થઈ જાય છે
જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટનું આઉટેજ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું અને હવે સમસ્યા એટલી મોટી થઈ ગઈ છે કે ફ્લાઈટ્સ સહિતની ઘણી સુવિધાઓ પર મોટી અસર જોવા મળી રહી છે. CrowdStrike અપડેટ રિલીઝ થઈ ત્યારથી, Microsoft Windows પર ચાલતા મોટાભાગના ઉપકરણો ક્રેશ થઈ રહ્યા છે. લેપટોપ ચાલુ હોય ત્યારે તેના પર અચાનક વાદળી સ્ક્રીન થઈ જાય છે અને પછી લેપટોપ રિકવરી મોડમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રાઉડસ્ટ્રાઈક શું છે?

ક્રાઉડસ્ટ્રાઇક શું છે?
CrowdStrike એક સાયબર સુરક્ષા કંપની છે. જે દુનિયાભરના કમ્પ્યુટર અને લેપટોપ કંપનીના સોફ્ટવેર પર કામ કરે છે. એક દિવસ પહેલા ક્રાઉડસ્ટ્રાઈક શેરની કિંમત 3.35% ઘટી હતી. CrowdStrike એ આજે ​​સવારે 10:15 AM આસપાસ એક અપડેટ બહાર પાડ્યું હતું. આ અપડેટના પછી લેપટોપ બંધ થઈ જવા લાગ્યા અને સ્ક્રીન વાદળી દેખાવા લાગી.  આ પ્રક્રિયાને બ્લુ સ્ક્રીન ઓફ ડેથ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: Jio Low Recharge Plan 2024: Jioના આ સસ્તા રિચાર્જ પ્લાન આપશે બમણો ફાયદો

ટૂંક સમયમાં અપડેટ રિલીઝ
જો તમારું લેપટોપ પણ BSOD સમસ્યાનો શિકાર બની ગયું છે તો તમારે ડરવાની જરૂર નથી. હાલમાં Microsoft અને CrowdStrike આ સમસ્યાને લઈને કામ કરી રહ્યા છે. થોડી જ વારમાં તેની ટેકનિકલ ચેતવણી જારી કરી શકે છે. જ્યાં સુધી આગળ કોઈ માહિતી આપવામાં ના આવે ત્યાં સુધી તમારે તમારા લેપટોપ સાથે કોઈ કોઈપણ રીતે ચેડાં ન કરવા જોઈએ. કંપનીઓ આ સમસ્યાના ઉકેલ પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં અપડેટ રિલીઝ થઈ શકે છે.