Click Here શું છે? જાણો શા માટે આ પોસ્ટ X પર સતત ટ્રેન્ડમાં છે
અમદાવાદ: Click Here પોસ્ટ શનિવારથી X પર પર સતત ટ્રેન્ડ થઈ રહ્યું છે. ત્યારે તમને થશે કે, આ હકીકતમાં છે શું? તો ચાલો તમને X ઉપર Click Here થઈ રહેલી પોસ્ટ વિશે જણાવીએ.
કેવા પ્રકારની પોસ્ટ
ગઈ કાલે સાંજના સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિચિત્ર વસ્તુ ટ્રેન્ડ થઈ રહી છે. જો તમે X નો ઉપયોગ કરો છો તો કાલની તમને આ વસ્તુ આડી આવતી હશે. કારણ કે ગઈ કાલની હજારોની સંખ્યામાં આ પોસ્ટ મુકવામાં આવી રહી છે. તમને સફેદ પેજ પર ઘાટા કાળા રંગમાં ‘અહીં ક્લિક કરો’ લખેલું જોવા મળશે. આ ફોટોની નીચી તમને તીરનું નિશાન પણ જોવા મળશે. શું તમે પણ અહીં ક્લિક કર્યું છે?
આ ફીચર લોન્ચ કર્યું
તમને જણાવી દઈએ કે Click Here સાથે બતાવેલ તીરની નજીક ડાબી બાજુએ એક નાનું ALT લખેલું તમને જોવા મળશે. જો તમે ALT ક્લિક કરો છો તે જ સમયે બોક્સ ખુલશે. આ બોક્સમાં તમે 1000 સુધી શબ્દોનો સંદેશ લખી શકો છો. આ એવું ફીચર છે કે તે ઘણા વર્ષો પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું.
— BJP (@BJP4India) March 30, 2024
આ પણ વાંચો: WhatsAppમાં હવે એક મેસેજના ચૂકવવા પડશે 2.3 રૂપિયા!
ફરી એકવાર મોદી સરકાર
તમને જણાવી દઈએ કે આ ફીચર ફોટા સાથે કામ કરે છે. તેનાથી સંબંધિત જે માહિતી હશે તેમાં મેસેજ સંપૂર્ણપણે છુપાયેલો રહે છે. બાદમાં તેને ક્લિક કરવામાં આવે છે અને તેમાં રાખેલા મેસેજને જોઈ શકાય છે. આ ફીચરથી તમે વધુને વધુ લોકો સુધી પહોંચી શકો છો. જો નેટવર્ક કનેક્ટિવિટીનો પ્રોબ્લમ હોય તો ત્યાં પણ તમે ALT ટેક્સ્ટ ફીચર વધુ ફાયદામાં રહે છે. આ ALT ટેક્સ્ટ ફીચરનો ઉપયોગ સામાન્ય જનતા કરતાં રાજકીય પક્ષો કરી રહ્યા છે. બીજેપીએ કાલથી લઈને આજ સુધી હજારોની સંખ્યામાં પોસ્ટ શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે ‘ફરી એકવાર મોદી સરકાર’
— AAP (@AamAadmiParty) March 30, 2024
કયારે થયું લોન્ચ
X ઉપર ALT ટેક્સ્ટ ફીચર વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે ટ્વિટરે માહિતી આપી હતી કે અમે આ ફિચર લાવી રહ્યા છીએ. જેના થકી વધુને વધુ લોકો સુધી પહોંચી શકાશે. હાલ તો ભાજપના નેતાઓએ ALT ટેક્સ્ટ ફીચરને લઈને ધૂમ મચાવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વિટરના આ ફીચર દ્વારા પોતાની મેગા રેલી વિશે માહિતી આપી હતી.