November 9, 2024

કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે શું થયું? ઓટોપ્સી રિપોર્ટમાં ભયાનકતા સામે આવી

Kolkata: કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજમાં રેપ કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે ઓટોપ્સી રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડૉક્ટરના ગુપ્તાંગ સહિત શરીર પર ઘણી જગ્યાએ ગંભીર ઈજાના નિશાન છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે.

એક રિપોર્ટ અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યૌન હિંસાના ઘણા પુરાવા મળ્યા છે. આ મુજબ પીડિતાના માથા, ચહેરા, ગરદન, હાથ અને પ્રાઈવેટ પાર્ટ પર 14થી વધુ ઈજાના નિશાન છે. તેમજ મોતનું કારણ હાથ વડે ગળું દબાવવાનું માનવામાં આવે છે. મૃત્યુની રીતને હત્યા ગણવામાં આવી છે. આ ઉપરાંત રિપોર્ટમાં યૌન શોષણની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં સફેદ, જાડું, ચીકણું પ્રવાહી જોવા મળ્યું હતું અને ફેફસામાં રક્તસ્ત્રાવ અને લોહીના ગંઠાવાનું પણ નોંધાયું હતું. જોકે, ફ્રેક્ચરના કોઈ ચિહ્નો મળ્યા નથી. તપાસ દરમિયાન મળી આવેલા લોહી અને અન્ય પ્રવાહીના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM મોદીથી લઈ રાહુલ ગાંધીએ પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા, જાણો શું કહ્યું?

પોલીસનું કહેવું છે કે તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મળ્યો હતો. આ ગુના સંદર્ભે પોલીસે સંજય રોય નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં તેને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અથવા સીબીઆઈને સોંપવામાં આવી હતી. જાહેર આક્રોશને પગલે, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.