Toll Collections: ટોલ ટેક્સના પૈસાનું શું થાય છે?
Toll Collections: જ્યારે આપણે કોઈ એક્સપ્રેસ વે કે હાઈવે પરથી પસાર થઈએ છીએ એ સમયે હાઈવેનો નંબર અને રસ્તાની બાજુમાં લખેલા માઈલસ્ટોન પર એક વખત તો નજર પડે છે. આપણા દેશમાં જ્યાં પણ કોઈ ટોલનાકું હોય ત્યાં વિશાળ રસ્તાઓ જોવા મળે છે. એ લાઈનમાંથી પસાર થઈએ એટલે આપણો આગળનો રસ્તો ફરી શરૂ થાય છે. ટોકનાકે આપણે ટોલટેક્સ પે કરીએ છીએ. પણ આજે એ વાત પરથી પદડો ઊઠાવવા જઈ રહ્યા છીએ કે, આખરે આ ટોલ ટેક્સની રકમનું થાય છે શું? હવે તો ફાસ્ટેગ આવતા જ વાહનચાલકના ખાતામાંથી એ ટેક્સ કટ થઈ જાય છે. ઓનલાઈન સુવિધાથી લાંબી લાઈન ઓછી થશે એવા દાવા કરવામાં આવ્યા હતા. પણ સ્થિતિમાં અસાધારણ કહી શકાય એવો કોઈ ફેરફાર નથી.
સમજવા જેવો કોન્સેપ્ટ
આ ઉપરાંત આ ટેક્સમાંથી જાહેર ક્ષેત્રના પરિવહનને સુધારવા માટે ફંડનો ઉપયોગ થાય છે. ટોલમાંથી આવેલા પૈસાનો ઉપયોગ પબ્લિક ટ્રાંસપોર્ટ વધારવા તેમજ નજીકના સિટી કે ગામમાં સાર્વજનિક પરિવહન મજબૂત કરવામાં થાય છે. સમયાંતરે આ ઢાંચામાં સુધારો વધારો કરી શકાય છે. સરકાર તથા કેટલીક કંપનીઓ મોટા પાયા પર મોટી રકમનું રોકાણ કરીને પાક્કા અને મજબૂત રસ્તાઓ તૈયાર કરે છે. એક ટોલ ટેક્સમાંથી ચૂકવણી કર્યા બાદ 60થી 65 કિમી સુધીના રસ્તા પર કોઈ ચાર્જ દેવાનો રહેતો નથી. આ ઉપરાંત જે તે રૂટ પર ટોલ ટેક્સ છે એ રૂટનું મહત્ત્વ, ક્નેક્ટિવીટી, ફ્રિક્વન્સી તથા પરિવહનમાં કોમોડિટી તેમજ યાત્રાની ઉપયોગીતા જાણવા માટે પણ ટોલ ટેક્સનો કોન્સેપ્ટ કામ કરે છે. દરેક ટોલ ટેક્સ એના રાજ્યના આધારે કિંમત વસુલે છે. જ્યારે એક્સપ્રેસ વેમાં સમયાંતરે ભાવ વધ-ઘટ થાય છે. નેશનલ હાઈવે જ્યાંથી ક્નેક્ટ થાય છે ત્યાં જુદી જુદી કેટેગરીના વાહન માટે જુદી જુદી કિંમત લેવામાં આવે છે.
આ પણ વાંચો: કાર અને બાઈક બાદ હવે માર્કેટમાં આવ્યું BMWનું ઈ સ્કૂટર, ફીચર્સ છે જોરદાર
ટોલ ટેક્સની ચૂકવણી કરવી અનિવાર્ય છે
રન-વે જેવા સડસડાટ રસ્તાની સુવિધા જે વાહનચાલકોને મળી રહી છે એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોય છે. ટોલ ટેક્સનો હેતુ માર્ગ નિર્માણ અને મેઈન્ટેનન્સ માટેનો હોય છે. નવા રસ્તાઓનું નિર્માણ કરવું અને તેનું શ્રેષ્ઠ સંચાલન કરવું આ એક ખર્ચાળ પ્રક્રિયા છે. ટોલ ટેક્સમાંથી મળતા પૈસાનો ઉપયોગ રસ્તાઓને સમયાંતરે પહોળા કરવા, પુલ નિર્માણ કરવા, જો હાઈવે સારો હોય તો પુલનું લિંકઅપ કરવા, ચોમાસામાં ખરાબ થયેલા રસ્તાઓને રીપેર કરવા, સિગ્નલ અને સાફ-સફાઈ પાછળ આ પૈસા ખર્ચાય છે. ટોલ ટેક્સનો ઉપયોગ થોડો વાહન વ્યવહારમાં પણ થાય છે. ટ્રાફિક જામ ઓછો થાય છે. કારણ કે, ટોલ ટેક્સથી એક ડાઈવર્ઝન મળે છે. જેથી યાત્રાનો સમય ઓછો લાગે છે.