November 5, 2024

Google પર લોકો PM મોદી વિશે આ 7 પ્રશ્નો સર્ચ કરે છે?

PM Modi on Google: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પરંતુ તમે પીએમ મોદી વિશે કેટલું જાણો છો? વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક એવા પીએમ મોદી વિશે લોકો ગૂગલ પર ઘણું સર્ચ કરે છે. લોકો ઘણીવાર Google પરથી તેમનાથી સંબંધિત ઘણા રસપ્રદ પ્રશ્નોના જવાબ જાણવા માંગે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે પીએમ મોદી સંબંધિત ટોપ ગૂગલ સર્ચ શું છે? અને તેમના જવાબો શું છે…

પીએમ મોદીનો પગાર
શું તમે જાણો છો કે ગૂગલ પર લોકો પીએમ મોદીની સેલેરી જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે અને તેમને મળતી સુવિધાઓ વિશે સર્ચ કરતા રહે છે. જો તમે પણ આ વિશે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે વડાપ્રધાનનો પગાર 1.66 લાખ રૂપિયા છે.

પીએમ નરેન્દ્ર મોદીની ઉંમર
પીએમ મોદી વિશે ગૂગલ પર સૌથી વધુ પૂછાતા પ્રશ્નોની યાદીમાં આ પ્રશ્ન ટોચ પર છે. પીએમ મોદીની ઉંમર કેટલી છે તે અંગે લોકો વારંવાર સર્ચ કરતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74 વર્ષના છે.

પીએમ મોદીનો જન્મ ક્યારે થયો હતો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ઉપરાંત લોકો પીએમની જન્મ તારીખ અને તેમનો જન્મ ક્યાં થયો હતો તે વિશે ગૂગલ પર સર્ચ કરતા રહે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો.

પીએમ મોદીની નિવૃત્તિની ઉંમર
આટલું જ નહીં લોકો ઘણીવાર ગૂગલ પર પીએમ મોદીની નિવૃત્તિ વય સાથે સંબંધિત પ્રશ્નો પૂછે છે.

આ પણ વાંચો: અસામાન્ય કામ કરવું મોદીજીના લોહીમાં છે, ઘરે મગર લઈને આવ્યા હતા

પીએમ મોદીની તસવીરો
શું તમે જાણો છો કે કેટલાક લોકો ગૂગલ પર પીએમ મોદીની તસવીરો પણ સર્ચ કરે છે.

નરેન્દ્ર મોદીનો ઇતિહાસ
લોકો પીએમ મોદી વિશે તમામ પ્રકારની નાની-મોટી વાતો અને તેમની તસવીરો ગૂગલ પર જાણવા માટે ઉત્સાહિત છે. આ કારણથી કેટલાક લોકો ગૂગલ પર પીએમ મોદીનો હિસ્ટ્રી સર્ચ કરે છે. લોકો તેમના બાળપણ, તેમના શિક્ષણ અને રાજકારણમાં કેવી રીતે શરૂઆત કરી તે વિશે જાણવા માટે Google પર સર્ચ કરતા રહે છે.

નરેન્દ્ર મોદીનું પૂરું નામ
એટલું જ નહીં લોકો ગૂગલ પર નરેન્દ્ર મોદીનું આખું નામ શું છે તે માટે પણ ઘણું સર્ચ કરે છે. ખરેખરમાં પીએમ મોદીનું આખું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે.