પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા વન્યજીવો માટે કૃત્રિમ વોટર પોઇન્ટ ઉભા કરાયા

કચ્છ: માર્ચ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે અને મહતમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે ત્યારે લોકોના જનજીવન પર તો ગરમીના પ્રકોપના કારણે અસર થઈ રહી છે પરંતુ સાથે સાથે અબોલ પ્રાણીઓ પણ આવી ગરમીમાં હેરાન થતા હોય છે. ત્યારે કચ્છના વનવિભાગ દ્વારા ગરમીના આકરા પ્રકોપ સામે રક્ષણ મેળવવા અબોલ પ્રાણીઓ માટે અભ્યારણ્યમાં અને ગાઢ જંગલોમાં ખાસ વન તળાવ અને કૃત્રિમ વોટર પોઇન્ટ ઊભા કરીને તેનામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડીને વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
કચ્છમાં છેલ્લાં એક અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે અને લોકો પણ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે ગરમીના આકરા તાપના કારણે લોકોના જનજીવન પર તો માઠી અસર પડતી હોય છે અને લોકો ગરમીથી બચવા વિવિધ ઉપાયો પણ હોય છે. પરંતુ આ અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પણ ખાસ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે ત્યારે આવા કપરા સમયમાં પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા અભ્યારણ્યમાં અને વિવિધ જંગલોમાં પ્રાણીઓ માટે ગરમીથી બચવા તેમજ તેમને જરૂરી માત્રામાં પાણી મળી રહે તે માટે ખાસ કૃત્રિમ વન તળાવ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કચ્છમાં સપ્ટેમ્બર માસ સુધી સારી માત્રામાં વરસાદ નોંધાતા જંગલમાં પ્રાણીઓ માટે પાણીના જે કુદરતી સ્ત્રોત છે તેમાં હજુ સુધી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જોકે જિલ્લામાં હાલમાં ખૂબ ગરમી વર્તાઈ રહી છે ત્યારે પશ્ચિમ કચ્છ વનવિભાગમાં આવેલ અભ્યારણ્ય અને જંગલ વિસ્તાર, રેવન્યુ વિભાગ અને રક્ષિત વન વિભાગમાં વન્ય પ્રાણીઓની મોટા પ્રમાણમાં હાજરી છે ત્યારે પાણીના કુદરતી સ્ત્રોતોમાં પાણી પૂર્ણ થવાના આરે છે ત્યારે વનવિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં 80થી પણ વધારે બનાવવામાં આવેલ કૃત્રિમ વોટર પોઇન્ટ એટલે કે વન તળાવ અને અવાડાઓ પર પાણીના ટેન્કર મારફતે વન્ય પ્રાણીઓ માટે પાણી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.