December 23, 2024

T20 World Cup 2024: વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં આ ખેલાડીની થઇ એન્ટ્રી

T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન બ્રાન્ડન કિંગ ટી-20 વર્લ્ડ કપની બાકી રહેલી મેચમાંથી બહાર થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ સામેની સુપર-8ની બીજી મેચમાં તેમને ઈજાના કારણે રિટાયર થવું પડ્યું હતું. હવે તેમના સ્થાનને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે.
મેચમાંથી બહાર
વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર બ્રેન્ડન કિંગ સાઇડ સ્ટ્રેનની ઈજાને કારણે T20 વર્લ્ડ કપની બાકીની મેચ હવે તે નહીં રમે. તેના સ્થાન પર બીજા ખેલાડીની જાહેરાત કરી દેવામાં આવી છે. તેના સ્થાન પર બેટ્સમેન કાઈલ મેયર્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન બ્રાન્ડન કિંગને ઈજા થઈ હતી. ICCએ એક નિવેદનમાં આ વિશે માહિતી આપવામાં આવી છે. આ સાથે આજના દિવસે તે ટીમ સાથે જોડાઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by WINDIES Cricket (@windiescricket)

તમને જણાવી દઈએ કે કાયલ મેયર્સ અત્યાર સુધીમાં 37 T20I મેચ રમી છે. તેણે આ મેચ દરમિયાન 21.38ની એવરેજથી 727 રન બનાવવામાં સફળ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમની વાત કરવામાં આવે તો શિમરોન હેટમાયર, શાઈ હોપ, અકીલ હુસૈન, શમર જોસેફ, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ (કેપ્ટન), અલઝારી જોસેફ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, આન્દ્રે રસેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કાયલ મેયર્સ, ઓબે મેકકોય