November 24, 2024

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તોડફોડ મામલે 19ની ધરપકડ

West bengal kolkata rg kar hospital

કોલકાતાઃ શહેરની આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ અને હિંસા ફેલાવનારા 19 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કોલકાતા પોલીસે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે, ‘આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ મામલે 19 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી પાંચ સોશિયલ મીડિયા પર આવેલા ફિડબેકમાંથી ઝડપાયા છે.’ પોલીસે મદદ કરવા માટે લોકોનો આભાર માન્યો છે.

આરજી કર હોસ્પિટલમાં 15 ઓગસ્ટે થયેલી તોડફોડ પછી અને હિંસા પછી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ત્યાં રાજ્યની પોલીસ ફોરેન્સેન્સિક ટીમે હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં તપાસ કરી હતી. જ્યાં ટોળાએ તોડફોડ કરી હતી.

મમતાએ કહ્યું – રામ અને વામનું કામ
આ હોસ્પિટલમાં તોડફોડ મામલે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તોડફોડ અને હિંસા કરીને સમગ્ર મુદ્દો ભટકાવવાની કોશિશ કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાની પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે જવાબમાં કહ્યું હતું કે, આ રામ અને વામનું કામ છે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી મને જાણકારી છે, હું વિદ્યાર્થીઓને આરોપી નહીં કહું. વામ અને રામ એકસાથે મળીને આ કરી રહ્યા છે…’ તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આ પ્રકારનો બનાવ ઉત્તર પ્રદેશના હાથરસમાં પણ બન્યો હતો. હવે દેશમાં ક્યાં ક્યાં આ પ્રકારની ઘટના બની છે, આ વિષય પર ચર્ચા કરીને શું અને કેટલો લાભ થઈ શકે છે, તે સમજણ બહાર છે!