December 25, 2024

કંગના રનૌતના ઘરે ગુંજશે શરણાઈ, ફોટો કર્યા શેર

Kangana Ranaut: કંગના રનૌત સતત ચર્ચામાં રહે છે. તેમાં પણ લોકસભાની ચૂંટણી બાદ તો કંગના ખુબ વધારે ચર્ચામાં જોવા મળી રહી છે. મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌત આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. કારણ કે તેઓ હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી સામાન્ય ચૂંટણી જીત્યા છે. રાજકારણની સાથે તેઓ સોશિયલ મીડિયા પર ઘણી રીતે એક્ટિવ રહે છે. તેમણે તેમના ભાઈના ભાઈના પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ જ મસ્તી કરી હતી. જેના ફોટા તેમણે શેર કર્યા છે.

વરરાજા બનવા જઈ રહ્યો છે
અભિનેત્રી કંગના રનૌત તેના ભાઈના પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. જેના ફોટા તેમણે પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. તેના ઘરમાં થોડા જ દિવસમાં લગ્નની શરણાઈ વગડશે. કંગનાએ પ્રી-વેડિંગના સુંદર ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં જોઈ શકાય છે કે તે તેના ભાઈ અને ભાભી સાથે પ્રી-વેડિંગની મજા માણતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે કંગનાનો પિતરાઈ ભાઈ વરુણ વરરાજા બનવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: Sushant Singh Rajputનું 34 વર્ષની ઉંમરે મોત; 4 વર્ષથી મોતનું રહસ્ય અકબંધ

ભાઈની સગાઈ
અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના જીવનની તમામ અપડેટ તેના ફેન્સને શેર કરે છે. ફરી એક વખત તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે અને તેણે માહિતી આપી છે કે થોડા જ સમયમાં તેમનો પિતરાઈ ભાઈ લગ્ન કરવા જઈ રહ્યો છે. જેની ખાસ તસવીરો શેર કરી છે. કંગનાએ જે ફોટો શેર કર્યા તે તેમાં ખુબ જ સુંદર જોવા મળી રહી હતી. કંગનાએ પોસ્ટ કરી તેમાં તેણે કેપ્શન આપ્યું કે , ‘ભાઈ, તારું પણ થઈ ગયું… તે સૌથી નાનો છે, પણ લગ્નની ઉતાવળ હતી.’