December 23, 2024

ગાંધીનગર ખાતે યોજાઇ વેધર વોચ ગૃપની બેઠક, બે દિવસના વરસાદને લઈને કરાઇ સમીક્ષા

ગાંધીનગર: અધિક કલેકટર કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા તા.13 અને 14 ઓગસ્ટ, 2024સુધી રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા અધિક કલેકટર એ જણાવ્યું હતું.

અધિક કલેકટર દ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, SSNNL, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં સરદાર સરોવર ડેમ અને નદીઓના લેવલ અંગે અધિક કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC-Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, NDRF,SDRF,BISAG-N,ISRO, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, શિક્ષણ, કૃષિ, માહિતી વિભાગના તથા ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીઓ હાજર રહ્યા હતા.