Weather Update : આગામી 24 કલાક રાજ્યમાં તાપમાન રહેશે સામાન્ય, આ શહેર સૌથી ઠંડુ
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં એક થી બે ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.નલીયામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયુ
હવામાન વિભાગના રામાશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યુ હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં. સાથે જ તેમણે રાજ્યના તાપમાન અંગેની વાત કરતા જણાવ્યુ હતું કે, અમદાવાદમાં 20 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. આવતા 24 કલાકમાં અમદાવાદમાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલીયામાં 18.4 ડિગ્રી નોંધાયુ હતું.
આ પણ વાંચો : ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો !
વરસાદની શક્યતા નહિવત
પવનની દિશા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના પવન ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ વરસાદની શક્યતા નહિવત છે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં એક થી બે ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે.