December 18, 2024

Weather Update : ઠંડીના ચમકારા બાદ રાજ્યમાં તાપમાન વધવાની શક્યતા

ઠંડી - NEWSCAPITAL

ગાંધીનગરઃ છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડીના ચમકારા બાદ આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન વધવાની શક્યતાઓ છે. આગાહી મુજબ આગામી સમયમાં અમદાવાદના તાપમાનમાં પણ વધારો થશે.

અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી નોંધાશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સતત બે ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડી બાદ હવે ગરમીનો એહસાસ થઈ શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી સુધી રહેશે. તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાન 14 ડિગ્રી નોંધાશે. પવનની દિશા બદલાતા રાજ્યના તાપમાનમાં વધારો થશે. ગતરોજ અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 14.2 નોંધાયું હતું તો નલિયાનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું હતું.WEATHER UPDATE - NEWSCAPITAL

આ પણ વાંચો : Porbandar : લાઇન ફિશીંગ અને પેરા ફિશીંગને લઈને ખારવા સમાજ રોષે ભરાયો

તાપમાનમાં વધારો થતાં ગરમીની શરૂઆત થશે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હવે રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 15 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. ન્યૂનતમ તાપમાનમાં વધારો થતાં ગરમીની શરૂઆત થશે. આગામી ચાર દિવસ ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે, રત્રિના સમયે તાપમાન ઘટવાની શક્યતા છે. સાથે જ વાદળછાયા વાતાવરણને કારણે ઉભા પાકોમાં રોગ આવવાની પણ શક્યતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, બંગાળ ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળ બનશે અને પૂર્વ ભારત, પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ પડી શકે છે.