December 22, 2024

દિલ્હી-NCRમાં વરસાદી માહોલ, ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ

નવી દિલ્હી: હવામાન વિભાગ (IMD) અનુસાર દેશના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી થોડા દિવસોમાં દિલ્હી-NCRમાં પણ વરસાદી માહોલ છે. IMDએ આગાહી કરી છે કે આગામી થોડા દિવસોમાં દિલ્હી, UP, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે રવિવારે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની આગાહી કરી છે. વધુમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 33 અને 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળને અડીને આવેલા ઉત્તરી ઓડિશાના જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.

રાજસ્થાનમાં કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદથી શનિવારે લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: કોલકાતા કેસની પીડિતાના માતાનું છલકાયું દર્દ, મમતા બેનર્જીને અંગે કહી આ વાત

બિહારમાં ચોમાસું 14 સપ્ટેમ્બરથી એકવાર સક્રિય થયું હતું. અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. 15 સપ્ટેમ્બરે હવામાન વિભાગે શેખપુરા, લખીસરાય, કૈમુર, રોહતાસ, ઔરંગાબાદ, અરવાલ, ગયા, જહાનાબાદ, ભોજપુર, બક્સર, નાલંદા, મુંગેરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સમગ્ર ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. શનિવારે રાજ્યના અમુક વિસ્તારોમાં જ ઝરમર વરસાદ પડ્યો હતો.