દિલ્હી-UPમાં વરસાદની આગાહી, અનેક રાજ્યમાં ગરમીને લઈ આપ્યું એલર્ટ

Weather Update: દેશભરમાં હવામાન સતત બદલાતું રહે છે. 15 માર્ચ શનિવારના રોજ દિલ્હી NCR અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં શનિવારે હળવો ઝરમર વરસાદ પડ્યો હતો. જોકે હવામાન વિભાગ અનુસાર આજે પણ રાષ્ટ્રીય રાજધાનીમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આ ઉપરાંત ભારે પવન ફૂંકાશે. શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતા 4.1 ડિગ્રી વધુ છે. IMD એ જણાવ્યું હતું કે શુક્રવાર દિલ્હીમાં આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. જેમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7.3 ડિગ્રી વધારે હતું.
— RWFC New Delhi (@RWFC_ND) March 15, 2025
ઉત્તર પ્રદેશનું હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન તેમજ લઘુત્તમ તાપમાનમાં ઝડપથી વધારો થયો છે. IMD અનુસાર, 16 માર્ચે રાજ્યના 45 થી વધુ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 17 માર્ચે હવામાન શુષ્ક રહેશે. બિહારમાં માર્ચ મહિનામાં જ જૂનની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન કેન્દ્ર, પટના અનુસાર, શનિવારે રાજ્યના ખગરિયામાં સૌથી વધુ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત કિશનગંજ સિવાય, અન્ય તમામ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
આ પણ વાંચો: ઔરંગઝેબની કબર તોડી પાડવામાં આવશે… નક્કી છે તારીખ! વિશ્વ હિન્દુ પરિષદે કરી મોટી જાહેરાત
હવામાન વિભાગે ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત રાજ્યોમાં ગરમી અંગે ચેતવણી જારી કરી છે. આ રાજ્યોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, કર્ણાટકના ઉત્તરીય ભાગોમાં સ્થિત આઈનાપુર હુબલી ગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.