October 20, 2024

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

અમદાવાદ: રાજ્યમાં મોટા વિરામ બાદ ગઈકાલે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભાવનગર,અમરેલી,નવસારી,ડાંગ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે ભાવનગર,અમરેલી,નવસારી,ડાંગ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: કુખ્યાત ભીમા દુલા ઓડેદરાની ફરી ધરપકડ, પ્રોહિબિશન કેસમાં રાણાવાવ પોલીસની કાર્યવાહી

આ સિવાય વાંસદા તાલુકામાં વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાંસદા તાલુકામાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાછોતરા વરસાદના કારણે છેવાડે આવેલા ગામોમાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. વાંસદા તાલુકામાં મોટે ભાગે ખેડૂતો ચોમાસામાં ડાંગરનો પાક લે છે. તેમજ કાપણી સમયે પડેલા વરસાદના કારણે ઉભા પાકને મોટું નુકસાન થવાનો ભય છે. તૈયાર થયેલો કોળીયો છીનવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જોકે, સરકાર સર્વે કરી યોગ્ય સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે.