January 18, 2025

રાજ્યમાં હજુ 2-3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યાતાઓ, અમદાવાદમાં 13 ડિગ્રી તો 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

Gujarat: ગુજરાતમાં સતત ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે પણ ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં ઉત્તર પૂર્વથી પવનો શરૂ થતાં ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. આ સિવાય આગામી 2 થી 3 દિવસો દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે.

જ્યારે નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર છે. તો અમદાવાદમાં 13 ડિગ્રી, ડીસામાં 10.2 ડિગ્રી, ભૂજમાં 12.4 ડિગ્રી, વડોદરામાં 11.8, રાજકોટમાં 15 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી અને દ્વારકામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ઠંડીને લઈને AMC સંચાલિત સ્કૂલોમાં સવારની શિફ્ટ 35 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC સંચાલિત સ્કૂલોમાં સવારની સ્કૂલ નિર્ધારિત સમય કરતા 35 મિનિટ લેઇટ અને બપોરની શિફ્ટ 15 મિનિટ લેઇટ શરૂ થશે. વાલીઓની રજૂઆત બાદ સ્કૂલ બોર્ડએ નિર્ણય કર્યો છે. 15 જાન્યુઆરી સુધી આ બદલેલો સમય લાગૂ રહેશે.

આ પણ વાંચો: સતત પાંચમાં દિવસે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ડીગ્રી… જ્યાં જુઓ ત્યાં જામી બરફી ચાદર