રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, નલિયામાં સૌથી વધુ ઠંડી અનુભવાઈ
Weather Update: રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના 10 શહેરોમાં લધુત્તમ તાપમાન 14 થી 16 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી 4 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. ત્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચે જવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2 દિવસ રાજ્યમાં તાપમાનનો ઘટાડો થવાની સંભાવના છે.
રાજ્યમાં ઠંડી વધતાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 12.2 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. રાજ્યના 10 શહેરોમાં લધુત્તમ તાપમાન 14 થી 16 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી 4 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. ત્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચે જવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2 દિવસ રાજ્યમાં તાપમાનનો ઘટાડો થવાની સંભાવના છે.
આ પણ વાંચો: આંખોમાં બળતરા… રૂંધાતો શ્વાસ…. દિલ્હીની હવામાં ઝેર, રેડ ઝોનમાં 9 વિસ્તાર