ટાઢે કલર ફેરવ્યા, પીળી નદીનો ધોધ ધોળો થઈ ગયો
ચીન: “જન્નત મળી ગઈ”… હુકોઉ વોટરફોલ એ વિશ્વનો સૌથી મોટો પીળો ધોધ છે. તે ગુઇઝોઉ પ્રાંતના હુઆંગગુઓશુ વોટરફોલ પછી ચીનનો બીજો સૌથી મોટો ધોધ છે. હાલ દુનિયાભરમાં ખુબ જ ઠંડી પડી રહી છે. ત્યારે ઠંડીના કારણે આ ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ધોધ પીળો છે પરંતુ 10 ડિગ્રીના તાપમાનના કારણે આ ધોધ હવે સાવ સફેદ થઈ ગયો છે. આ ધોધને જોવા માટે લોકો દુર દુરથી આવે છે. પંરતુ આ વર્ષના ઠંડી વધારે હોવાના કારણે પ્રવાસીઓ્ની સંખ્યામાં ઘટાડો થયો છે.
ગર્જના કરતો ધોધ
હુકોઉ વોટરફોલ એ વિશ્વના સૌથી અસાધારણ ધોધમાંનો એક કહી શકાય. કારણ કે ધોધનો રંગ પીળા રંગનો છે. તમે ધોધ નજીક ઊભા રહ્યો કે દુર દૃશ્યોમાં કોઈ મોટો તફાવત જોવા મળતો નથી. આ સમયે તમને ક્રેશિંગ મોજાઓ અને ગર્જના કરતા ધોધને જોઈ અને સાંભળીને તમે ચોંકી જશો.ઉત્તરપશ્ચિમ લોસ ઉચ્ચપ્રદેશમાં કિન-જિન ગોર્જ ક્રોસિંગ 5,000 વર્ષનો ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવે છે. હુકોઉ ગામ તરફ વહેતાં નદીનો પ્રવાહ ઝડપથી 500 મીટરથી ઘટીને માત્ર 50 મીટર થઈ જાય છે.
હ્રદયસ્પર્શી નજારો
પીળો ધોધને જોઈને તમને થશે તમે જાદુઈ નજરો જોઈ રહ્યા છો. ધોધમાંથી નિકળતો પીળો ધુમાડો અને તેમાં પણ મેઘધનુષ્ય સાથે વહેતું પાણી અને બાજૂમાં પહાડ તેની સુંદરતામાં વધારો કરે છે. આ તમામ વાત વચ્ચે તમને સવાલ થશે કે આ ધોધનો રંગ પીળો કેમ છે, હકીકત જાણે એમ છે કે પીળી નદીનો રંગ પીળી રેતીને કારણે છે, તેથી આ ધોધનો રંગ પીળો દેખાય છે. જો કે આ ધોધ ખૂબ જ સુંદર છે.
અજીબોગરીબ સ્થાન
ચોખી વસ્તુ છે જો આપણા વિસ્તારમાં આવો કોઈ ધોધ વહેતો હોય તો તેને જોયા વગર કેવી રીતે ચાલે? ત્યારે પીળા ધોધને જોવા માટે પણ લોકોને જવું મુશ્કેલ હતું. પરંતુ સ્થાનિક સરકારે પરિવહન અને પ્રવાસી સુવિધાઓમાં સુધારો કર્યો હતો. જેના કારણે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. વાસીઓની સંખ્યા 1994 માં 20,000 થી વધીને 1995 માં 47,000 થઈ હતી અને હજુ પણ આ આંકડામાં વધારો થઈ રહ્યો છે.યાંગત્ઝી નદી પછી પીળી નદી ચીનની બીજી સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ અંદાજે 5,464 કિમી છે. તે વિશ્વની છઠ્ઠી સૌથી લાંબી નદીમાં ગણતરી કરવામાં આવે છે. હુકોઉ વોટરફોલ તેના અનોખા રંગ અને કદને કારણે ચીનમાં પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. 1991ના વર્ષમાં આ પીળા ધોધને ચીનના 40 ટોચના રાષ્ટ્રીય રમણીય સ્થળોમાં સામેલ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના લોકો એપ્રિલથી મે અને સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન હુકોઉ વોટરફોલની મુલાકાત લેતા હોય છે.