દિલ્હીમાં ફૂંકાયા ઠંડા પવન, રાજસ્થાન અને કાશ્મીરમાં ઠંડીથી ઠૂંઠવાયા
Delhi: મંગળવારે દિલ્હી-NCRમાં ઠંડીની જબરદસ્ત અસર જોવા મળી રહી છે. ઠંડીના પ્રકોપને કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હકીકતમાં દિલ્હી, ગાઝિયાબાદ, પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં વરસાદે અચાનક હવામાનનો મિજાજ બદલી નાખ્યો. ગઈકાલથી ઠંડા પવનો ફૂંકાતાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. 10 ડિસેમ્બરથી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. વરસાદની અસર દિલ્હીના વધતા પ્રદૂષણ પર પણ જોવા મળી રહી છે. વરસાદને કારણે વાતાવરણ ચોક્કસપણે સાફ થઈ ગયું છે. પરંતુ AQI હજુ પણ નબળી શ્રેણીમાં છે.
હિમાચલ પ્રદેશમાં શીત લહેર યથાવત
હિમાચલ પ્રદેશમાં શીત લહેર ચાલુ છે અને મંગળવારે લઘુત્તમ તાપમાન મોટાભાગના સ્થળોએ સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું હતું જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવી હિમવર્ષા પણ થઈ હતી. આદિવાસી જિલ્લા લાહૌલ-સ્પીતિનું તાબો હિમાચલ પ્રદેશનું સૌથી ઠંડું સ્થળ હતું. જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 12.7 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચો: આસારામને એશોઆરામ: આસારામની 17 દિવસની પેરોલની અરજી જોધપુર હાઈકોર્ટે કરી મંજૂર
કાશ્મીર ખીણના કેટલાક ભાગોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે ગયું છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગર અને અન્ય ઘણા સ્થળોએ સ્વચ્છ આકાશને કારણે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા 2.7 થી 5.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.