અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતિત
Rain In Gujarat: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજ સવારથી પલટો આવ્યો છે. વહેલી સવારથી છવાયુ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોડાસા ઈસરોલ સહીત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: આ રાજ્યમાં વરસાદની આગાહી, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે માવઠું
અરવલ્લી જિલ્લામાં માવઠાના એેંધાણ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે જ આજ સવારથી જ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ સુરજદાદાએ દર્શન દિધા નથી અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં બદલાવ થતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 1.50 લાખ હેક્ટરમાં ઘઉં ચણા બટાકા જેવા પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જો માવઠું થાય તો તૈયાર થયેલા પાકને નુકસાન ચોક્કસ થશે.