ફોટા વાયરલ કરી દઈશું… 27 વર્ષની પરિણીતાને વારંવાર ધમકી આપી આચર્યું દુષ્કર્મ

Vadnagar: રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના વડનગર તાલુકાના એક ગામની છે. જ્યાં 27 વર્ષની પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પિયર જતી પરિણીતાને ગાડીમાં બેસાડી જબરદસ્તી આ કૃત્યને અંજામ આપ્યું છે.
મળતી માહિતી અનુસાર વડનગર તાલુકાના એક ગામની 27 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પિયર જતી પરિણીતાને ગાડીમાં બેસાડી જબરજસ્તી નગ્ન ફોટા પાડી દુષ્કર્મ આચર્યું છે. તેમજ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર ગેસ્ટ હાઉસ અને ગાડીમાં જ દુષ્કર્મ આચર્યું છે. જોકે, પરિણીતાએ દુષ્કર્મ આચરનાર દુકાની અલ્તાફભાઇ અબ્દુલભાઇ અને તેને મદદગારી કરનાર શખ્સ વસીમ ઉર્ફે લાલા અસલમભાઇ ભક્કા સામે ફરિયાદ નોધાવી છે. આ મામલે વડનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: આખરે ઝડપાયો સૈફ અલી ખાન પર હુમલો કરનારો મુખ્ય આરોપી… કબૂલ્યો ગૂનો