December 17, 2024

હરિયાણામાં જીત બાદ PM મોદીનું પહેલું નિવેદન, ‘અમે કોઈ કસર નહીં છોડીએ…’

Assembly Election Results: હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવવા બદલ PM નરેન્દ્ર મોદીએ જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હું હરિયાણાના લોકોને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપવા બદલ સલામ કરું છું. આ વિકાસ અને સુશાસનની રાજનીતિની જીત છે. હું અહીંના લોકોને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર નહીં છોડીએ.

વધુમાં પીએમ મોદીએ લખ્યું, હું મારા તમામ સાથીઓને પણ અભિનંદન આપું છું જેમણે આ મહાન વિજય માટે અથાક અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું! તમે માત્ર રાજ્યની જનતાની સારી સેવા કરી નથી, પરંતુ અમારો વિકાસ એજન્ડા તેમના સુધી પહોંચાડ્યો છે. જેના પરિણામે હરિયાણામાં ભાજપે આ ઐતિહાસિક જીત હાંસલ કરી છે.